સુરહ અલ્ અન્-આમ 89,90

 PART:-423


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

         દુનિયાવાળાઓને શિખામણ

                                     

=======================            

          પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-89,90

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

اُولٰٓئِكَ الَّذِيۡنَ اٰتَيۡنٰهُمُ الۡـكِتٰبَ وَالۡحُكۡمَ وَالنُّبُوَّةَ‌ ؕ فَاِنۡ يَّكۡفُرۡ بِهَا هٰٓؤُلَۤاءِ فَقَدۡ وَكَّلۡنَا بِهَا قَوۡمًا لَّيۡسُوۡا بِهَا بِكٰفِرِيۡنَ(89)

(89). તેઓને અમે કિતાબ અને હિકમત અને નબૂવત પ્રદાન કર્યા, અને જો આ લોકો તેને ન માનતા, તો અમે એવા લોકો તૈયાર કરી રાખ્યા છે જેઓ તેનો ઈન્કાર નહિ કરે.

તફસીર(સમજુતી):-

તેનાથી આશય રસૂલુલ્લાહ (ﷺ)ના વિરોધી, મૂર્તિપૂજક અને અધર્મ છે.

તેનાથી આશય મક્કાથી નીકળી મદીનામાં રહેનારા અને મદીનાના રહેવાસી મુસલમાન અને કયામત સુધી આવનારા ઈમાનવાળા છે.

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

اُولٰٓئِكَ الَّذِيۡنَ هَدَى اللّٰهُ‌ فَبِهُدٰٮهُمُ اقۡتَدِهۡ ‌ؕ قُلْ لَّاۤ اَسۡـئَلُكُمۡ عَلَيۡهِ اَجۡرًا‌ ؕ اِنۡ هُوَ اِلَّا ذِكۡرٰى لِلۡعٰلَمِيۡنَ(90)

(90). આ તે લોકો છે જેમને અલ્લાહે સાચો રસ્તો દેખાડ્યો એટલા માટે તમે તેમના રસ્તાનું અનુસરણ કરો, તમે કહો કે, “હું આના ઉપર કોઈ બદલાની માંગણી કરતો નથી.” આ દુનિયાવાળા માટે ફક્ત જાહેર શિખામણ છે.

તફસીર(સમજુતી):-

"તે લોકો" થી મુરાદ અંબિયા(અ.સ.)

જાહેર શિખામણ એટલે કે કુરઆનથી નસીહત હાસિલ કરે અને કુફ્ર અને શિર્કના અંધારામાંથી હિદાયત અને રોશની તરફ આવે પરંતુ શર્ત એ કે આના દ્રારા નસીહત કરવા ચાહે વરના તો આંધળાને કેવી રીતે રસ્તો દેખાય 


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92