સુરહ અલ્ અન્-આમ 80,81

 PART:-420


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

        ઈબ્રાહીમ અલયહ સલામ સાથે

           બાતિલ પરસ્તોનો મુનાઝરો 

                                          

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-80,81


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَحَآجَّهٗ قَوۡمُهٗ ‌ؕ قَالَ اَتُحَآجُّٓونِّىۡ فِى اللّٰهِ وَقَدۡ هَدٰٮنِ‌ؕ وَلَاۤ اَخَافُ مَا تُشۡرِكُوۡنَ بِهٖۤ اِلَّاۤ اَنۡ يَّشَآءَ رَبِّىۡ شَيۡئًـا ‌ؕ وَسِعَ رَبِّىۡ كُلَّ شَىۡءٍ عِلۡمًا‌ؕ اَفَلَا تَتَذَكَّرُوۡنَ(80)


(80). અને તેના સાથે તેની કોમવાળાઓએ ઝઘડો કરવાનું શરૂ કરી દીધું” તેણે (હજરત ઈબ્રાહીમે) કહ્યું કે, “શું તમે અલ્લાહના બારામાં મારાથી ઝઘડો કરો છો, જ્યારે કે તેણે મને હિદાયત આપી છે અને હું તે વસ્તુઓથી ડરતો નથી જેને તમે અલ્લાહના સાથે સામેલ કરો છો, પરંતુ એ કે મારો રબ જ કોઈ કારણે ઈચ્છે. મારા રબે દરેક વસ્તુને પોતાના ઈલ્મના દાયરામાં ઘેરેલ છે, શું તમે પછી પણ વિચાર નથી કરતા?


તફસીર(સમજુતી):-


જ્યારે કોમના લોકોએ એકેશ્વરવાદનું ભાષણ સાંભળ્યું જેમાં તેમના દેવતાઓનું ખંડન પણ કરવામાં આવ્યુ હતું, તો તેમણે પણ પોતાની દલીલ રજુ કરવાનું શરૂ કરી દીધું, જેનાથી માલુમ થયું કે મૂર્તિપૂજકોએ પણ પોતાના ઈમાન માટે દલીલ બનાવી રાખી હતી, જેને આજે પણ જોઈ શકાય છે, જેટલા પણ શિર્ક કરવાવાળા લોકો છે, દરેકે પોતપોતાના પેરોકારોને સંતુષ્ટ કરવા માટે એવા મહોરા શોધી કાઢ્યા છે જેને તેઓ દલીલ સમજે છે અથવા જેનાથી ઓછામાં ઓછું તેમના પેરોકારોને પોતાની જાળમાં ફસાયેલા રાખી શકે છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَكَيۡفَ اَخَافُ مَاۤ اَشۡرَكۡتُمۡ وَلَا تَخَافُوۡنَ اَنَّكُمۡ اَشۡرَكۡتُمۡ بِاللّٰهِ مَا لَمۡ يُنَزِّلۡ بِهٖ عَلَيۡكُمۡ سُلۡطٰنًا ‌ؕ فَاَىُّ الۡفَرِيۡقَيۡنِ اَحَقُّ بِالۡاَمۡنِ‌ۚ اِنۡ كُنۡتُمۡ تَعۡلَمُوۡنَ‌ۘ(81)


(80). અને હું તે વસ્તુઓથી કેવી રીતે ડરું જેને તમે (અલ્લાહના) ભાગીદાર બનાવી દીધા, જ્યારે કે તમે તેને અલ્લાહના ભાગીદાર બનાવવાથી નથી ડરતા, જેની તમારા પાસે અલ્લાહે કોઈ દલીલ નથી ઉતારી, પછી આ બંને પક્ષોમાં કોણ શાંતિનો વધારે હકદાર છે જો તમે જાણતા હોવ.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92