સુરહ અલ્ અન્-આમ 136,137

 PART:-443


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

          શિર્કવાળા અમલનું બયાન 


   શેતાને મુશરિકો માટે અવલાદનુ કતલ

               સુંદર બનાવી દીધું


=======================        

     

            પારા નંબર:- 08

            (6)સુરહ અલ્ અન્-આમ

         આયત નં.:-136,137


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَجَعَلُوۡا لِلّٰهِ مِمَّا ذَرَاَ مِنَ الۡحَـرۡثِ وَالۡاَنۡعَامِ نَصِيۡبًا فَقَالُوۡا هٰذَا لِلّٰهِ بِزَعۡمِهِمۡ وَهٰذَا لِشُرَكَآئِنَا‌ ۚ فَمَا كَانَ لِشُرَكَآئِهِمۡ فَلَا يَصِلُ اِلَى اللّٰهِ‌ ۚ وَمَا كَانَ لِلّٰهِ فَهُوَ يَصِلُ اِلٰى شُرَكَآئِهِمۡ‌ ؕ سَآءَ مَا يَحۡكُمُوۡنَ(136)


(136). અને અલ્લાહે જે ખેતી અને જાનવર પેદા કર્યા, તેઓએ તેમાંથી કેટલોક હિસ્સો નક્કી કરી દીધો અને પોતાના ખયાલથી કહે છે કે આ અલ્લાહ માટે છે અને આ અમારા ઠેરવેલા ભાગીદારો માટે છે. પછી જે ભાગીદારોનો (હિસ્સો) છે તે અલ્લાહ સુધી નથી પહોંચતો અને જે અલ્લાહનો છે તે તેમના ભાગીદારો સુધી પહોંચી જાય છે. તેઓ કેવા ખરાબ નિર્ણયો કરે છે.


તફસીર(સમજુતી):-


આ આયતમાં મૂર્તિપૂજકોના તે ઈમાન અને અમલની મિસાલ રજૂ કરવામાં આવી છે જે તેમણે પોતે ઘડી લીધા હતા, તેઓ ખેતીની ઉપજમાંથી કેટલોક હિસ્સો અલ્લાહના માટે અને કેટલોક હિસ્સો જૂઠા અને મનઘડંત દેવતાઓના નામ પર નીકાળતા હતા. અલ્લાહના હિસ્સાને મહેમાનો, ફકીરો અને રિશ્તેદારો પર ખર્ચ કરતા હતા, પછી જો મૂર્તિઓના હિસ્સામાં નક્કી કરેલ પેદાવાર ન હોતી તો અલ્લાહના હિસ્સામાંથી તેમાં સામેલ કરી દેતા અને જો તેના વિરૂધ્ધ ઘટતુ તો મૂર્તિઓના હિસ્સામાંથી ન નીકાળતા અને કહેતા કે અલ્લાહ તો બેનિયાઝ છે. 


જો મૂર્તિઓના નક્કી હિસ્સામાં કમી થતી તો તેઓ અલ્લાહના નક્કી કરેલ હિસ્સામાંથી લઈ મૂર્તિઓની જરૂરતો પર ખર્ચ કરતા એટલે કે અલ્લાહના બદલે મૂર્તિઓનો ડર તેમના દિલોમાં વધારે હતો જેને આજના મૂર્તિપૂજકોના પણ અમલ જોઈ શકાય છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَكَذٰلِكَ زَيَّنَ لِكَثِيۡرٍ مِّنَ الۡمُشۡرِكِيۡنَ قَـتۡلَ اَوۡلَادِهِمۡ شُرَكَآؤُهُمۡ لِيُرۡدُوۡهُمۡ وَلِيَلۡبِسُوۡا عَلَيۡهِمۡ دِيۡنَهُمۡ‌ ۚ وَلَوۡ شَآءَ اللّٰهُ مَا فَعَلُوۡهُ ‌ؕ فَذَرۡهُمۡ وَمَا يَفۡتَرُوۡنَ(137)


(137). અને આવી જ રીતે ઘણા મુશરિકો માટે તેમના ઠેરવેલા ભાગીદારોએ તેમને બરબાદ કરવા અને તેમના ઉપર તેમના ધર્મને શંકાસ્પદ બનાવવા માટે પોતાના સંતાનની હત્યા સુંદર બનાવી દીધી છે, અને જો અલ્લાહ ચાહત તો તેઓ આવું ન કરતા, તેથી તેમને અને તેમની મનઘડંત વાતોને છોડી દો.


તફસીર(સમજુતી):-


આ ઈશારો તેમની બાળકીઓને જીવતી દાટી દેવા અથવા મૂર્તિઓને કુરબાની તરીકે નજર ચઢાવવાની તરફ છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92