સુરહ અલ્ અન્-આમ 131,132,133,134,135

 PART:-442


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

        (૧). કર્મો મુજબ દરજ્જાઓ  


      (૨). નાફરમાની કરશો તો નાબૂદ

                   થવાની ચેતવણી

      

=======================        

     

            પારા નંબર:- 08

            (6)સુરહ અલ્ અન્-આમ

         આયત નં.:-131,132,133,134,135


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


ذٰ لِكَ اَنۡ لَّمۡ يَكُنۡ رَّبُّكَ مُهۡلِكَ الۡقُرٰى بِظُلۡمٍ وَّاَهۡلُهَا غٰفِلُوۡنَ(131)


(131). કેમ કે તમારો રબ કોઈ વસ્તીવાળાને કોઈ જુલમના કારણે નાશ નથી કરતો ત્યાં સુધી કે તેમાં રહેવાવાળા અજાણ હોય.


તફસીર(સમજુતી):-


એટલે કે તે વસ્તીમાં જ્યાં સુધી રસૂલોનુ આગમન ન થાય અને રસૂલો દ્ધારા તેમને બાખબર ન કરાય ત્યાં સુધી તે વસ્તીનો નાશ નથી કરતો.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَلِكُلٍّ دَرَجٰتٌ مِّمَّا عَمِلُوۡا‌ ؕ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا يَعۡمَلُوۡنَ‏(132)


(132). અને બધા માટે તેમના કર્મો મુજબ દરજ્જાઓ છે અને તમારો રબ તેમના કર્મોથી અજાણ નથી જેને તેઓ કરી રહ્યા છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَرَبُّكَ الۡغَنِىُّ ذُو الرَّحۡمَةِ ‌ؕ اِنۡ يَّشَاۡ يُذۡهِبۡكُمۡ وَيَسۡتَخۡلِفۡ مِنۡۢ بَعۡدِكُمۡ مَّا يَشَآءُ كَمَاۤ اَنۡشَاَكُمۡ مِّنۡ ذُرِّيَّةِ قَوۡمٍ اٰخَرِيۡنَ(133)


(133). અને તમારો રબ બેનિયાઝ અને દયાવાન છે જો તે ચાહે તો તમારો નાશ કરી દે અને તમારા પછી જેને ચાહે તમારી જગ્યા ઉપર રાખી દે જેવી રીતે તમને એક બીજી કોમના વંશમાંથી પેદા કર્યા છે.


તફસીર(સમજુતી):-


બેનિયાઝ એટલે કે તે કોઈની ઈબાદતનો જરૂરતમંદ નથી અને ન લોકોનું ઈમાન તેના માટે નફાકારક છે કે ન લોકોનું કુફ્ર તેના માટે નુકસાનકારક છે.બલ્કે તે તેની શાન મુજબ પોતાની મખ્લૂક પર દયાવાન છે.


"તમારો નાશ કરી દે અને તમારા પછી જેને ચાહે તમારી જગ્યા ઉપર રાખી દે" આ તેની બેપનાહ કુવ્વત છે જેવી રીતે પહેલાં કેટલીય કૌમોના નામ-નિશાન મીટાવીને તેના બદલામાં નવી કૌમ લાવી દીધી, તે ચાહે તો અત્યારે પણ આવું કરી શકે છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


اِنَّ مَا تُوۡعَدُوۡنَ لَاٰتٍ‌ ۙوَّمَاۤ اَنۡـتُمۡ بِمُعۡجِزِيۡنَ(134)


(134). જે વસ્તુના માટે તમારા સાથે વાયદો કરવામાં આવી રહ્યો છે તે નિશ્ચિત રૂપે આવવાની છે અને તમે (અલ્લાહને) વિવશ નથી કરી શકતા.


તફસીર(સમજુતી):-


તેનાથી આશય કયામત (પ્રલય) છે “અને તમે મજબૂર નથી કરી શકતા” નો અર્થ છે કે તે તમને ફરીથી જીવતા કરવાની તાકાત રાખે છે ભલે તમે માટીનાં કણ કણમાં ભળી જાઓ.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


قُلۡ يٰقَوۡمِ اعۡمَلُوۡا عَلٰى مَكَانَتِكُمۡ اِنِّىۡ عَامِلٌ‌ۚ فَسَوۡفَ تَعۡلَمُوۡنَۙ مَنۡ تَكُوۡنُ لَهٗ عَاقِبَةُ الدَّارِ‌ؕ اِنَّهٗ لَا يُفۡلِحُ الظّٰلِمُوۡنَ(135)


(135). તમે કહી દો કે, “અય મારી કોમ! તમે પોતાની જગ્યાએ પોતાના કર્મ કરતા રહો અને હું પણ (પોતાની જગ્યા ઉપર) કરી રહ્યો છું, તમને જલ્દી ખબર પડી જશે કોનું પરિણામ આ દુનિયા પછી (સારૂ) આવે છે'', બેશક જાલિમો કદાપિ સફળતા પામી શકતા નથી.


તફસીર(સમજુતી):-


આ કુફ્ર અને નાફરમાની પર બાકી રહેવાનો હુકમ નહી બલ્કે સખત ચેતવણી છે જેવું કે આગળના શબ્દોથી સ્પષ્ટ છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92