સુરહ અલ્ અન્-આમ 129,130

 PART:-441 


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

       દુનિયાની જિંદગી એક ધોકો છે              

      

=======================        

     

            પારા નંબર:- 08

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-129,130


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَكَذٰلِكَ نُوَلِّىۡ بَعۡضَ الظّٰلِمِيۡنَ بَعۡضًاۢ بِمَا كَانُوۡا يَكۡسِبُوۡنَ(129)


(129). આ રીતે અમે જાલિમોને તેમના બૂરા કામના કારણે એકબીજાના દોસ્ત બનાવી દઈએ છીએ.


તફસીર(સમજુતી):-


સુરહ ઝુખરુફ ની આયાતમાં છે કે જે મનુષ્ય અલ્લાહની યાદથી સુસ્તી કરે અમે તેના પર એક શેતાન નિર્ધારિત કરી દઇએ છે તે જ તેનો સાથી રહે છે(43:36)


આનો બીજો અર્થ એ થાય કે દુનિયામાં એક જાલિમ ને બીજા જાલિમ પર હાવી કરી દઈએ છે અને તેવી જ રીતે એક જાલિમ બીજા જાલિમને તબાહ અને બરબાદ કરે છે 


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


يٰمَعۡشَرَ الۡجِنِّ وَالۡاِنۡسِ اَلَمۡ يَاۡتِكُمۡ رُسُلٌ مِّنۡكُمۡ يَقُصُّوۡنَ عَلَيۡكُمۡ اٰيٰتِىۡ وَيُنۡذِرُوۡنَكُمۡ لِقَآءَ يَوۡمِكُمۡ هٰذَا‌ ؕ قَالُوۡا شَهِدۡنَا عَلٰٓى اَنۡفُسِنَا‌ ۖ وَغَرَّتۡهُمُ الۡحَيٰوةُ الدُّنۡيَا وَشَهِدُوۡا عَلٰٓى اَنۡفُسِهِمۡ اَنَّهُمۡ كَانُوۡا كٰفِرِيۡنَ(130)


(130). “હે જિન્નાતો અને મનુષ્યોના જૂથ! શું તમારા પાસે તમારામાંથી રસૂલ નથી આવ્યાં જે તમારા સામે અમારી આયતો પઢી રહ્યા હોય અને તમને આ (કયામતના) દિવસનો સામનો કરવાથી બાખબર કરતા રહ્યા હોય?” તેઓ કહેશે, "અમે પોતાના વિરૂધ્ધ ગવાહ છીએ” અને દુનિયાની જિંદગીએ તેમને ધોખો આપ્યો અને પોતાના વિરૂધ્ધ ગવાહી આપશે કે તેઓ કાફિર (સત્યનો ઈન્કાર કરનાર) હતાં.


તફસીર(સમજુતી):-


રિસાલત અને નબૂવતના વિશે જિન્નાત મનુષ્યોને આધિન છે, કેમ કે જિન્નાતોમાં નબી નથી આવ્યા, પરંતુ રસૂલોના સંદેશાવાહક અને ખુશખબર પહોંચાડવાવાળા જિન્નાતોમાં હોય છે, જે પોતાની કોમના જિન્નાતોને અલ્લાહની તરફ આમંત્રણ આપતા રહે છે.


કયામતના મેદાનમાં મુશરિકો અનેક પેતરા બદલશે, ક્યારેક પોતે મુશરિક હોવાનો ઈન્કાર કરશે. (સૂર: અલ-અન્આમ-23) અને ક્યારેક કબૂલ કર્યા વગર કોઈ ચારો ન હશે, જેવું કે અહીંયા તેમની સ્વીકૃતિને વર્ણન કરી છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92