સુરહ અલ્ અન્-આમ 127,128

 PART:-440


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

      ગુમરાહી જહન્નમનો એક રસ્તો છે               

      

=======================        

     

            પારા નંબર:- 08

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-127,128


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


لَهُمۡ دَارُ السَّلٰمِ عِنۡدَ رَبِّهِمۡ‌ وَهُوَ وَلِيُّهُمۡ بِمَا كَانُوۡا يَعۡمَلُوۡنَ(127)


(127). તેમના માટે તેમના રબ પાસે સલામતીનું ઘર છે અને તે તેમના સારા કર્મોના કારણે તેમનો સંરક્ષક છે.


તફસીર(સમજુતી):-


એટલે કે જેવી રીતે દુનિયામાં એહલે ઈમાન કુફ્ર અને ગુમરાહી,ઝલાલત ના રસ્તાઓથી બચીને ઈમાન અને હિદાયત ના સિરાતે મુસ્તકીમ (સીધો રસ્તો) પર મજબૂત જામેલા રહે તો આખિરતમા તેમના માટે સલામતીનું ધર છે અને અલ્લાહ તઆલા તેમને તેમના સારા કર્મોના કારણે દોસ્ત અને મુહબ્બત રાખશે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَيَوۡمَ يَحۡشُرُهُمۡ جَمِيۡعًا‌ ۚ يٰمَعۡشَرَ الۡجِنِّ قَدِ اسۡتَكۡثَرۡتُمۡ مِّنَ الۡاِنۡسِ‌ۚ وَقَالَ اَوۡلِيٰٓـئُهُمۡ مِّنَ الۡاِنۡسِ رَبَّنَا اسۡتَمۡتَعَ بَعۡضُنَا بِبَعۡضٍ وَّبَلَغۡنَاۤ اَجَلَـنَا الَّذِىۡۤ اَجَّلۡتَ لَـنَا‌‌ ؕ قَالَ النَّارُ مَثۡوٰٮكُمۡ خٰلِدِيۡنَ فِيۡهَاۤ اِلَّا مَا شَآءَ اللّٰهُؕ اِنَّ رَبَّكَ حَكِيۡمٌ عَلِيۡمٌ(128)


(128). અને જે દિવસે (અલ્લાહ) સૌને જમા કરશે (અને કહેશે), “હે જિન્નાતોના જૂથ! તમે મનુષ્યોમાંથી ઘણું અપનાવી લીધુ” અને મનુષ્યોમાંથી તેમના દોસ્ત કહેશે, અય અમારા રબ! અમને પરસ્પર ફાયદો પહોંચ્યો, અને અમે તારા નિર્ધારીત કરેલ સમય સુધી પહોંચી ગયા જેને તે અમારા માટે ઠેરવી દીધો હતો."(અલ્લાહ) ફરમાવશે કે, “તમારુ ઠેકાણું જહન્નમ છે, જેમાં તમે હંમેશા રહેશો.” પરંતુ જેને અલ્લાહ ચાહે,' બેશક તમારો રબ હિકમતવાળો ઈલ્મવાળો છે.


તફસીર(સમજુતી):-


"મનુષ્યોમાંથી ઘણું અપનાવી લીધુ" એટલે કે જિન્નાતોએ મનુષ્યની ખૂબ જ મોટી જમાતને ગુમરાહ કરીને પોતાની પેરોકાર બનાવી દીધી


"પરસ્પર ફાયદો પહોંચ્યો" એટલે કે જિન્નાતોએ મનુષ્યને પોતાનો પેરોકાર બનાવી ફાયદો ઉઠાવ્યો, મનુષ્યએ જીન્નોથી ફાયદાનો મતલબ જીન્નાતોએ ગુનાહના કામને ખુબસુરત બનાવ્યા જેથી મનુષ્યએ તેને કબુલ કરી લીધા અને એવી ગૈબી ખબરો જે કહાનીઓ જેવી હોય તે જણાવી.


"નિર્ધારીત કરેલ સમય" એટલે કે કયામત આવી ગઈ જેને કાફિરો માનતા ન હતા તો જવાબમાં અલ્લાહે કહ્યું હવે જહન્નમનુ ઠેકાણું છે તમારા માટે.


અને અલ્લાહનો ફેંસલો કાફિરો માટે જહન્નમનો કાયમી અઝાબ છે. જેને અલ્લાહે સતત કુરઆન કરીમમાં સ્પષ્ટ રીતે વર્ણન કરેલ છે, છૂટથી કોઈ પ્રકારની ગલત ફેહમીમાં ન રહેવું જોઈએ કેમકે આ છૂટ અલ્લાહ તઆલાએ પોતે પોતાની મરજીથી વર્ણન કરી છે, તેને કોઈ બીજી વસ્તુ સાથે સામેલ નથી કરી શકતા, એટલા માટે કે જો તે કાફિરોને જહન્નમમાંથી કાઢવા ચાહે તો કાઢી શકે છે. તેનાથી તે મજબૂર પણ નથી અને ન કોઈ બીજો રોકનાર છે. (અયસિરરુત્તફાસીર)


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92