સુરહ અલ્ અન્-આમ 115,116

 PART:-435


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

          સત્યને કબુલ કરનારાઓ

           સંખ્યા માં ઓછા હોય છે.

                    

=======================        

     

            પારા નંબર:- 08

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-115,116


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَتَمَّتۡ كَلِمَتُ رَبِّكَ صِدۡقًا وَّعَدۡلاً  ؕ لَا مُبَدِّلَ لِكَلِمٰتِهٖ‌ ۚ وَهُوَ السَّمِيۡعُ الۡعَلِيۡمُ(115)


(115). અને તમારા રબની વાત સત્ય વચન અને ન્યાયમાં પૂર્ણ થઈ ગઈ, તેના આદેશોને કોઈ બદલનાર નથી અને તે બધુ જ સાંભળે છે અને જાણે છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَاِنۡ تُطِعۡ اَكۡثَرَ مَنۡ فِى الۡاَرۡضِ يُضِلُّوۡكَ عَنۡ سَبِيۡلِ اللّٰهِ‌ؕ اِنۡ يَّتَّبِعُوۡنَ اِلَّا الظَّنَّ وَاِنۡ هُمۡ اِلَّا يَخۡرُصُوۡنَ‏(116)


(116). અને જો તમે ધરતી પર વસનારા લોકોમાં બહુમતિનું અનુસરણ કરશો તો તેઓ તમને અલ્લાહના માર્ગ પરથી ભટકાવી દેશે, તેઓ ફક્ત પાયા વગરના વિચારો(કલ્પનાઓ)નું અનુસરણ કરે છે અને અટકળો કરે છે.


તફસીર(સમજુતી):-


કુરઆનમાં વર્ણન કરેલ આ સચ્ચાઈનું અવલોકન દરેક સમયમાં કરી શકાય છે. બીજી જગ્યાએ અલ્લાહે ફરમાવ્યું {“તમારી મરજી છતાં વધારે પડતા લોકો ઈમાન લાવવાના નથી.(સૂર: યુસુફ-103).} આનાથી માલુમ થયું કે સત્ય અને સત્યના માર્ગ પર ચાલનારા હંમેશા થોડા હોય છે. જેનાથી એ વાત પણ સાબિત થાય છે કે સત્ય અને સચ્ચાઈની બુનિયાદ દલીલ અને સબૂત છે. લોકોની વધારે અથવા ઓછી સંખ્યા નહિ, એવું નહિ કે જે વાતને વધારે લોકોએ માની હોય તે સાચી હોય અને ઓછા લોકો સચ્ચાઈ પર ન હોય, બલ્કે કુરઆન વડે આ સચ્ચાઈની બુનિયાદ પર એ શક્ય છે કે સાચા લોકો ઓછા હોય છે અને જૂઠા લોકો વધારે. 


જેની ખરાઈ એ હદીસથી થાય છે જેમાં નબી(ﷺ)એ ફરમાવ્યું, “મારા પેરોકાર 73 ફિરકાઓમાં વહેચાશે જેમાંથી ફક્ત એક જ જૂથ જન્નતમાં જશે બાકી બધા જહન્નમમાં જશે અને આ જન્નતમાં જવાવાળા જૂથની નિશાનીઓ બતાવી કે (“મારા અને મારા સહાબાના રસ્તા પર ચાલવાવાળા હશે” (અબૂ દાઉદ, કિતાબુસ-સુન્નહ, બાબ શરહ અસસુન્નહ નં.-4596, તિર્મિજી, કિતાબુલ ઈમાન, બાબ માજાએ ફી ઈફતરાક હાજેહિલ-ઉમ્મહ)


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92