સુરહ અલ્ અન્-આમ 104,105,106

 PART:-430


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

  હક(સત્ય) ની સ્પષ્ટ દલીલ જાહેર થઈ ગઈ   

       અને મુશરિકોથી વિમુખ થઈ જાઓ

          

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-104,105,106


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


قَدۡ جَآءَكُمۡ بَصَآئِرُ مِنۡ رَّبِّكُمۡ‌ۚ فَمَنۡ اَبۡصَرَ فَلِنَفۡسِهٖ‌ ۚ وَمَنۡ عَمِىَ فَعَلَيۡهَا‌ ؕ وَمَاۤ اَنَا عَلَيۡكُمۡ بِحَفِيۡظٍ(104)


(104). તમારા રબ તરફથી તમારા પાસે દલીલ આવી ગઈ છે, તો જે જોશે તે પોતાના ભલા માટે (જોશે), અને જે આંધળો બની જશે તે પોતાનું બૂરું કરશે અને હું તમારો નિરીક્ષક નથી .


તફસીર(સમજુતી):-


બસાઈર એટલે એવી દલીલ અને નિશાનીઓ જે દિલ અને આંખો ને રોશન કરે જેને કુરઆનમાં અલગ અલગ જગ્યાએ વર્ણન કરવામાં આવી છે અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે લોકો સમક્ષ રજૂ કરી છે. તો જે સમજ અને અક્કલ રાખીને ઈમાન લાવે (તેને માને) તો તેનો પોતાનો જ ફાયદો છે અને જે સમજીને અવગણના કરે, તેને માને નહીં, ઈમાન ન લાવે, તો તે પોતાનું જ નુકસાન કરે છે.


"હું તમારો નિરીક્ષક નથી" એટલે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનુ કામ ફક્ત દઅવત અને પ્રચાર કરવાનું છે એટલે કે રસ્તો દેખાડવાનું કામ, તેના પર ચલાવવાનું કામ તો અલ્લાહના ઇખ્તિયાર માં છે


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَكَذٰلِكَ نُصَرِّفُ الۡاٰيٰتِ وَلِيَقُوۡلُوۡا دَرَسۡتَ وَلِنُبَيِّنَهٗ لِقَوۡمٍ يَّعۡلَمُوۡنَ(105)


(105). આ રીતે અમે આયતોને (પવિત્ર કુરઆનની) ફેરવી ફેરવીને વર્ણન કરીએ છીએ જેથી તેઓ કહે કે, "તમે પઢેલા છો” અને જેથી તે લોકો માટે જે જ્ઞાન ધરાવે છે તેમના ઉપર અમે હકીકતને સ્પષ્ટ કરી દઈએ.


તફસીર(સમજુતી):-


એટલે કે અમે તૌહીદ અને તેની દલીલોને એવી રીતે ખોલી ખોલીને, સાફ-સાફ અલગ-અલગ અંદાજમાં બયાન કરીએ છે કે મુશરિક લોકો કેહવા લાગે કે મુહંમદ(સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) કંઈક થી ભણીને અને શીખીને આવ્યાં છે.


પરંતુ તેમનો આ દાવો ખોટો છે મકસદ તો એ છે કે અક્કલ અને સમજબૂજ રાખનારો આ દલીલો સાંભળીને હિદાયત મેળવી લે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


اِتَّبِعۡ مَاۤ اُوۡحِىَ اِلَيۡكَ مِنۡ رَّبِّكَ‌‌ۚ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ‌ۚ وَاَعۡرِضۡ عَنِ الۡمُشۡرِكِيۡنَ(106)


(106). તમે પોતાના રબના હુકમો (વહી)નું પાલન કરો કે અલ્લાહ સિવાય કોઈ મા’બૂદ નથી અને મુશરિકોથી વિમુખ થઈ જાઓ.


તફસીર(સમજુતી):-


એટલે કે મુશરિકોની બેબુનિયાદ વાતોથી દઅવત ના કામને અડચણરૂપ ન થવાદો.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92