સુરહ અલ્ અન્-આમ 101,102,103

 PART:-429


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

        દરેક વસ્તુ પર કુદરત ધરાવનારો

     બુલંદ રુતબાવાળો પાક છે અલ્લાહ         

            તેનો કોઈ જ શરીક નથી 

                 

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-101,102,103


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


بَدِيۡعُ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ‌ؕ اَنّٰى يَكُوۡنُ لَهٗ وَلَدٌ وَّلَمۡ تَكُنۡ لَّهٗ صَاحِبَةٌ‌ ؕ وَخَلَقَ كُلَّ شَىۡءٍ‌ ۚ وَهُوَ بِكُلِّ شَىۡءٍ عَلِيۡمٌ(101)


(101). તે આકાશો અને ધરતીને પેદા કરવાવાળો છે તેને સંતાન કેવી રીતે હોઈ શકે છે? જ્યારે કે તેની પત્ની જ નથી, તે દરેક વસ્તુને બનાવનાર અને જાણનાર છે.


તફસીર(સમજુતી):-


એટલે કે અલ્લાહ તઆલાએ ઉપર વર્ણવેલ તમામ વસ્તુઓ પેદા કરવામાં એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી તે રીતે તે આના લાયક છે કે તેની એકલાની બંદગી કરવામાં આવે બીજાને તેની બંદગીમાં સામેલ કરવામાં ન આવે, પરંતુ લોકોએ એક અલ્લાહને છોડીને અનેકને તેના ભાગીદાર બનાવી રાખ્યા છે જ્યારે કે તેઓ પોતે અલ્લાહની પેદા કરેલ મખલુક છે.


મુશરિક બંદગી તો મૂર્તિઓની અથવા કબરોમાં દટાયેલ શબ (લાશ)ની કરે છે. પરંતુ કહેવામાં આવ્યું છે કે તેઓએ દેવોને અલ્લાહના ભાગીદાર બનાવી રાખ્યા છે, હકીકતમાં દેવોથી આશય શેતાન છે અને તેમના કહેવા પર શિર્ક કરવામાં આવે છે એટલા માટે જાણે કે તેમની જ બંદગી કરવામાં આવી રહી છે. (આના બારામાં પવિત્ર કુરઆનમાં ઘણી જગ્યાએ વર્ણન કરેલ છે જેમ કે સૂરઃ નિસા-117, સૂરઃ મરિયમ-44, સૂરઃ યાસીન-60, સૂરઃ સબા-41)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


ذٰ لِكُمُ اللّٰهُ رَبُّكُمۡ‌ۚ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ‌ۚ خَالِقُ كُلِّ شَىۡءٍ فَاعۡبُدُوۡهُ‌ۚ وَهُوَ عَلٰى كُلِّ شَىۡءٍ وَّكِيۡلٌ(102)


(102). તે જ અલ્લાહ તમારો રબ છે, તેના સિવાય કોઈ બંદગીને લાયક નથી, દરેક વસ્તુને બનાવવાવાળો છે,એટલા માટે તેની જ બંદગી કરો અને તે દરેક વસ્તુનો નિરીક્ષક છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


لَا تُدۡرِكُهُ الۡاَبۡصَارُ وَهُوَ يُدۡرِكُ الۡاَبۡصَارَ‌ۚ وَهُوَ اللَّطِيۡفُ الۡخَبِيۡرُ(103)


(103). આંખો તેને જોઈ નથી શકતી અને તે બધી નજરોને જુએ છે અને તે બારીકાઈથી જોવાવાળો બાખબર છે.


તફસીર(સમજુતી):-


એટલે કે દુનિયાની કોઈ આંખ તેને જોઈ શકતી નથી બલ્કે સહીહ રિવાયત માં આવે છે કે કયામત ના દિવસે  અને જન્નતમાં એહલે ઈમાન ને અલ્લાહના દિદાર કરાવવામાં આવશે, એટલા માટે આ આયતનો તઅલ્લુક દુનિયા માટે છે


એટલા માટે હઝરત આયશા રઝી. ફરમાવે છે કે જે શખ્સે એવો દાવો કર્યો કે "સબે મેઅરાજ" માં નબી(ﷺ) એ અલ્લાહની ઝિયારત કરી તો તે ચોખ્ખું જુઠ્ઠું બોલે છે ( સહીહ બુખારી, તફસીર સુરહ અન્આમ)


અલબત્તા આખિરતની જિંદગી માં અલ્લાહનો દિદાર મુમકિન હશે, જેવી રીતે કે કુરઆન માં બીજી જગ્યાએ ફરમાવ્યું

وُجُوۡهٌ يَّوۡمَئِذٍ نَّاضِرَةٌ(22)اِلٰى رَبِّهَا نَاظِرَةٌ‌(23)


અને ઘણા ચેહરાઓ એ દિવસે તરોતાઝહ હશે, પોતાના રબની તરફ જોતાં હશે. (અલ કયામહ ૨૨,૨૩)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92