સુરહ અલ્ અન્-આમ 7,8,9,10,11

 PART:-395


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

       (1).ઈમાનની કોઈ ઉમ્મીદ નહીં

    (2). રસૂલોનો મજાક ઉડાવશો તો

         ભયાનક પરિણામ ભોગવવું પડશે

                    

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:- 7,8,9,10,11


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَلَوۡ نَزَّلۡنَا عَلَيۡكَ كِتٰبًا فِىۡ قِرۡطَاسٍ فَلَمَسُوۡهُ بِاَيۡدِيۡهِمۡ لَقَالَ الَّذِيۡنَ كَفَرُوۡۤا اِنۡ هٰذَاۤ اِلَّا سِحۡرٌ مُّبِيۡنٌ‏(7)


(7). અને જો અમે કાગળ ઉપર લખેલ કોઈ પુસ્તક તમારા ઉપર ઉતારતા, પછી આ લોકો પોતાના હાથો વડે સ્પર્શ પણ કરી લેતા તો પણ આ કાફિર લોકો એમ જ કહેતા કે આ કશું નથી પરંતુ ખુલ્લો જાદુ છે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَقَالُوۡا لَوۡلَاۤ اُنۡزِلَ عَلَيۡهِ مَلَكٌ‌ ؕ وَلَوۡ اَنۡزَلۡـنَا مَلَـكًا لَّـقُضِىَ الۡاَمۡرُ ثُمَّ لَا يُنۡظَرُوۡنَ(8)


(8). અને તેમણે કહ્યું કે તમારા ઉપર કોઈ ફરિશ્તો કેમ ઉતારવામાં નથી આવ્યો? અને જો અમે ફરિશ્તો ઉતારી દેતા તો મામલાનો ફેંસલો કરી દેવામાં આવતો પછી તેમને કોઈ મહેતલ આપવામાં ન આવતી.


તફસીર(સમજુતી):-


અલ્લાહે મનુષ્યોને હિદાયત આપવા માટે જેટલા પણ નબીઓ અને રસૂલોને મોકલ્યા તે બધા પુરૂષ હતા, અને દરેક કોમમાં તેમનામાંથી એક ને વહી અને રિસાલત માટે ચૂંટી લીધા, આ એટલા માટે કે તેના વગર રસૂલ હિદાયતનું કામ પૂરું કરી શકતા ન હતા.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَلَوۡ جَعَلۡنٰهُ مَلَـكًا لَّـجَـعَلۡنٰهُ رَجُلًا وَّلَـلَبَسۡنَا عَلَيۡهِمۡ مَّا يَلۡبِسُوۡنَ(9)


(9). અને જો અમે રસૂલ ફરિશ્તાને બનાવતા તો તેને પુરૂષ બનાવતા અને તેના પર એવી જ શંકા પેદા કરતા જેવી શંકા કરી રહ્યા છે.


તફસીર(સમજુતી):-


અર્થાત જો અમે ફરિશ્તાઓને રસૂલ બનાવીને મોકલવાનો નિર્ણય કરતા, તો સ્પષ્ટ વાત છે તેઓ ફરિશ્તાના રૂપમાં આવી ન શકતા, કારણ કે માણસો તેમનાથી ડરી જતા અને નિકટતા પેદા કરવાને બદલે દૂર ભાગતા, એટલા માટે જરૂરી હતું કે તેને માણસના રૂપમાં મોકલવામાં આવતા. પરંતુ તમારા આ સરદારો ફરીથી શંકા કરતા કે મનુષ્ય જ છે, જેઓ આ સમયે પણ રસૂલને મનુષ્યના સ્વરૂપમાં રજૂ કરી રહ્યા છે તો ફરિશ્તાઓને મોકલવાનો શો ફાયદો?


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَلَـقَدِ اسۡتُهۡزِئَ بِرُسُلٍ مِّنۡ قَبۡلِكَ فَحَاقَ بِالَّذِيۡنَ سَخِرُوۡا مِنۡهُمۡ مَّا كَانُوۡا بِهٖ يَسۡتَهۡزِءُوۡنَ(10)


(10). અને તમારાથી પહેલા ઘણા રસૂલોનો મજાક ઉડાવવામાં આવ્યો, તો જેઓ મજાક ઉડાવી રહ્યા હતા તેમના મજાકનું ખરાબ પરિણામ તેમના ઉપર પાછું પડ્યું.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


قُلۡ سِيۡرُوۡا فِى الۡاَرۡضِ ثُمَّ انْظُرُوۡا كَيۡفَ كَانَ عَاقِبَةُ الۡمُكَذِّبِيۡنَ(11)


(11). તમે કહી દો કે, “ધરતી ઉપર હરી-ફરીને જોઈ તો લો કે જુઠાડનારાઓનું શું પરિણામ આવ્યું ?”


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92