સુરહ અલ્ અન્-આમ 37,38

 PART:-404


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

   અલ્લાહની નિશાની જાહેર કરવાની માંગ

                  

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-37,38


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَ قَالُوۡا لَوۡلَا نُزِّلَ عَلَيۡهِ اٰيَةٌ مِّنۡ رَّبِّهٖ‌ؕ قُلۡ اِنَّ اللّٰهَ قَادِرٌ عَلٰٓى اَنۡ يُّنَزِّلَ اٰيَةً وَّلٰـكِنَّ اَكۡثَرَهُمۡ لَا يَعۡلَمُوۡنَ(37)


(37). અને તેઓએ કહ્યું કે તેમના ઉપર તેમના રબ તરફથી કોઈ નિશાની કેમ નથી ઉતારવામાં આવી? તમે કહી દો કે અલ્લાહ કોઈ નિશાની ઉતારવાની સંપૂર્ણ તાકાત રાખે છે, પરંતુ ઘણાખરાં લોકો જાણતા નથી.


તફસીર(સમજુતી):-


એટલે કે એવી નિશાની કે જે એમને ઈમાન લાવવા પર મજબૂર કરી દે ઉદાહરણ તરીકે તેમની આંખો સામે આસમાન થી ફરિશ્તાઓ ઉતરવા લાગે, અથવા તેમના ઉપર પહાડ ઉભો કરી દેવામાં આવે, જેવી રીતે કે બની ઈસરાઈલ પર કરવામાં આવેલ હતો, ફરમાવવામાં આવે છે કે અલ્લાહ યકીનન આવું કરી શકે છે પરંતુ આવું તે માટે ના કર્યું કે પછી પરીક્ષા (આજમાઈશ) નો મસલો ખતમ થઈ જાય છે અને જો આવું કરવામાં પણ આવે અને તેઓ ઈમાન ન લાવે તો પછી ફૌરન અલ્લાહના અઝાબ ના હકદાર થઈ જાય છે એટલા માટે અલ્લાહની આ હિકમતનો એમને જ ફાયદો છે કારણકે તેમને મોહલતનો સમય મળી શકે છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَمَا مِنۡ دَآبَّةٍ فِى الۡاَرۡضِ وَلَا طٰۤئِرٍ يَّطِيۡرُ بِجَنَاحَيۡهِ اِلَّاۤ اُمَمٌ اَمۡثَالُـكُمۡ‌ؕ مَا فَرَّطۡنَا فِى الۡـكِتٰبِ مِنۡ شَىۡءٍ‌ ثُمَّ اِلٰى رَبِّهِمۡ يُحۡشَرُوۡنَ(38)


(38). અને જેટલા પ્રકારના જીવો ધરતી પર ચાલવાવાળા છે અને જેટલા પ્રકારના પક્ષીઓ પાંખોથી ઉડવાવાળા છે, એમાંથી કોઈપણ એવું નથી કે જેમાં તમારી જેમ જુદી-જુદી જાતો ન હોય, અમે કિતાબમાં લખવાની કોઈ વસ્તુ છોડી નથી, પછી બધા પોતાના રબ પાસે એકઠા કરવામાં આવશો.


તફસીર(સમજુતી):-


કિતાબથી આશય લોહે મહેફૂઝ છે, (લોહે મહેફૂઝ તે કિતાબ છે જેમાં તમામ લોકોની તકદીર તેમના કર્મોના આધારે અલ્લાહના અજલી ઈલ્મની બુનિયાદ પર સુરક્ષિત કરીને લખી દીધી છે.) એટલે કે ત્યાં દરેક વસ્તુ લખેલી છે અથવા કુરઆન છે. જેમાં ટૂંકમાં તથા વિગતવાર ધર્મના દરેક કાનૂન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92