સુરહ અલ્ અન્-આમ 35,36

 PART:-403


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

    હિદાયત આપવાનું કામ અલ્લાહનું છે  

                  

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-35,36


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَاِنۡ كَانَ كَبُرَ عَلَيۡكَ اِعۡرَاضُهُمۡ فَاِنِ اسۡتَطَعۡتَ اَنۡ تَبۡتَغِىَ نَفَقًا فِى الۡاَرۡضِ اَوۡ سُلَّمًا فِى السَّمَآءِ فَتَاۡتِيَهُمۡ بِاٰيَةٍ‌ ؕ وَلَوۡ شَآءَ اللّٰهُ لَجَمَعَهُمۡ عَلَى الۡهُدٰى فَلَا تَكُوۡنَنَّ مِنَ الۡجٰهِلِيۡنَ(35)


(35). અને જો તેમનું મોઢું ફેરવવું તમારા માટે અસહ્ય થઈ રહ્યું છે તો જો તમારાથી થઈ શકે તો ધરતીમાં કોઈ સુરંગ અથવા આકાશમાં કોઈ સીડી શોધી લો અને તેમના પાસે કોઈ નિશાની લાવી આપો અને જો અલ્લાહ ઈચ્છત તો તેમને સાચા માર્ગ પર જમા કરી દેતો, એટલા માટે નાસમજ ન બનો.


તફસીર(સમજુતી):-


નબી (ﷺ) ને વિરોધીઓ અને કાફિરોના જૂઠાડવા પર જે તકલીફ અને દુઃખ પહોંચતું હતું તેના આધાર પર અલ્લાહ તઆલા ફરમાવે છે કે આ તો અલ્લાહ તઆલાની મરજી અને તકદીરથી થવાનું જ હતું, અને અલ્લાહના હુકમ વગર આપ (ﷺ) તેમને ઈસ્લામ ધર્મ સ્વીકારવા માટે તૈયાર નથી કરી શકતા, ભલે આપ (ﷺ)જમીનમાં સુરંગ ખોદીને અને આકાશ પર સીઢી લગાવીને કોઈ નિશાની લાવીને તેમને દેખાડી પણ દે.


☘☘☘☘☘☘☘☘☘☘☘☘


اِنَّمَا يَسۡتَجِيۡبُ الَّذِيۡنَ يَسۡمَعُوۡنَ‌ ؕ وَالۡمَوۡتٰى يَـبۡعَثُهُمُ اللّٰهُ ثُمَّ اِلَيۡهِ يُرۡجَعُوۡنَ(36)


(36). તે લોકો જ કબૂલ કરે છે જેઓ સાંભળે છે, અને મૃત્યુ પામેલા લોકોને અલ્લાહ (તઆલા) જીવતા કરીને ઉઠાવશે પછી બધા તેના (અલ્લાહના) તરફ પાછા લઈ જવામાં આવશે.


તફસીર(સમજુતી):-


એટલે કે તે કાફિરોની હાલત મડદા જેવી છે, જેવી રીતે બોલવા અને સાંભળવાની તાકાતથી વંચિત છે, આ કાફિરો પણ જો કે પોતાની અકલ અને સમજથી સત્યને સમજવાનું કામ નથી લેતા એટલા માટે આ લોકો મૃત્યુ પામેલા જેમ જ છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92