સુરહ અલ્ અન્-આમ 33,34

 PART:-402


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

       નબી(ﷺ) ને તસલ્લી અને દિલાસો   

                  

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-33,34


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


قَدۡ نَـعۡلَمُ اِنَّهٗ لَيَحۡزُنُكَ الَّذِىۡ يَقُوۡلُوۡنَ‌ فَاِنَّهُمۡ لَا يُكَذِّبُوۡنَكَ وَلٰـكِنَّ الظّٰلِمِيۡنَ بِاٰيٰتِ اللّٰهِ يَجۡحَدُوۡنَ(33)


(33). અમે સારી રીતે જાણીએ છીએ કે તેમના બોલ તમને દુઃખી કરે છે, તો આ લોકો તમને જૂઠા નથી કહેતા, પરંતુ આ જાલિમો અલ્લાહ (તઆલા)ની આયતોનો ઈન્કાર કરે છે.'


તફસીર(સમજુતી):-


નબી(ﷺ)ને કાફિરોના જૂઠાડવા પર જે તકલીફ અને દુઃખ પહોંચતું હતું, તેથી આપ (ﷺ)ને દિલાસા માટે ફરમાવવામાં આવી રહ્યું છે કે આ લોકો તમને નથી જૂઠાડતા (તમને તો સાચા અને ઈમાનદાર માને છે) પરંતુ આ તો અલ્લાહની આયતોને જૂઠાડવામાં આવી રહી છે, અને આ એક જુલમ છે જે તેઓ કરી રહ્યા છે, આજે પણ જે લોકો નબી (ﷺ)ના સદ્-વર્તન ન્યાયશીલતા, ઈમાનદારી અને સચ્ચાઈનું ખુબ ઝુમી-ઝુમીને વર્ણન કરે છે અને આ વિષયો પર જોરદાર ભાષણ આપે છે, પરંતુ રસૂલ (ﷺ)નું અનુસરણ કરવામાં કઠિનાઈ અનુભવે છે, આપ (ﷺ)ના કથનના મુકાબલામાં વિચારો, સમજ અને પોતાના સરદારોના કથનને પ્રાધાન્ય આપે છે, તેમણે વિચારવું જોઈએ કે આ કોનું આચરણ છે જે તેમણે અપનાવ્યું છે ?


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَلَقَدۡ كُذِّبَتۡ رُسُلٌ مِّنۡ قَبۡلِكَ فَصَبَرُوۡا عَلٰى مَا كُذِّبُوۡا وَاُوۡذُوۡا حَتّٰٓى اَتٰٮهُمۡ نَصۡرُنَا‌ ۚ وَلَا مُبَدِّلَ لِكَلِمٰتِ اللّٰهِ‌ ۚ وَلَقَدۡ جَآءَكَ مِنۡ نَّبَاِى الۡمُرۡسَلِيۡنَ(34)


(34). અને તમારાથી પહેલાના રસૂલોને જૂઠા કહી ચૂક્યા છે અને તેમણે તેમના જૂઠાડવા ઉપર સબ્ર (ધીરજ) કર્યો અને તેમને તકલીફ આપવામાં આવી ત્યાં સુધી કે તેમના પાસે અમારી મદદ આવી ગઈ, અલ્લાહની વાતોને કોઈ બદલવાવાળો નથી, અને તમારા પાસે પયગંબરોના કિસ્સાઓ આવી ચૂક્યા છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92