સુરહ અલ્ અન્-આમ 12,13,14,15,16

 PART:-396


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

      અલ્લાહનું એક હોવું,તેની રહમત

      અને આખિરતના દિવસનું ઝીક્ર

                    

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-12,13,14,15,16


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


قُلْ لِّمَنۡ مَّا فِى السَّمٰوٰتِ وَالۡاَرۡضِ‌ؕ قُلْ لِّلّٰهِ‌ؕ كَتَبَ عَلٰى نَفۡسِهِ الرَّحۡمَةَ ‌ ؕ لَيَجۡمَعَنَّكُمۡ اِلٰى يَوۡمِ الۡقِيٰمَةِ لَا رَيۡبَ فِيۡهِ‌ ؕ اَلَّذِيۡنَ خَسِرُوۡۤا اَنۡفُسَهُمۡ فَهُمۡ لَا يُؤۡمِنُوۡنَ(12)


(12). તમે કહી દો કે, “જે કંઈ આકાશો અને ધરતીમાં છે. તે બધા ઉપર કોની માલિકી છે?” તમે કહી દો, બધા ઉપર અલ્લાહની માલિકી છે, અલ્લાહે કૃપા કરવું પોતાના ઉપર અનિવાર્ય કરી લીધું છે. તમને અલ્લાહ(તઆલા) કયામતના દિવસે જમા કરશે, જેમાં કોઈ શંકા નથી, જે લોકોએ પોતાને બરબાદ કરી લીધા છે તેઓ જ ઈમાન લાવશે નહિં.


તફસીર(સમજુતી):-


જેવી રીતે હદીસમાં નબી (ﷺ) એ ફરમાવ્યું! જ્યારે અલ્લાહ તઆલાએ દુનિયાને પેદા કરી તો અર્શ પર લખી દીધું "બેશક મારી દયા મારા ગુસ્સા પર પ્રભાવી છે" (સહીહ બુખારી) 

 પરંતુ આ દયા ક્યામતના દિવસે ફક્ત ઈમાનવાળાઓ માટે હશે, કાફિરો પર અલ્લાહ ઘણો ગજબનાક હશે. એનો મતલબ એ

છે કે દુનિયામાં તેની કૃપા અને દયા (રહમત) સામાન્ય રીતે બધા માટે છે ભલે ને તે ઈમાનવાળો, કાફિર, નેક કામ કરવાવાળો અથવા બૂરા કામ કરવાવાળો હોય.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَلَهٗ مَا سَكَنَ فِى الَّيۡلِ وَالنَّهَارِ‌ؕ وَهُوَ السَّمِيۡعُ الۡعَلِيۡمُ(13)


(13). અને જે કંઈ દિવસ અને રાત્રિમાં છે તે બધુ અલ્લાહનું જ છે અને તે ઘણો સાંભળનાર અને ઘણો જાણનાર છે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


قُلۡ اَغَيۡرَ اللّٰهِ اَتَّخِذُ وَلِيًّا فَاطِرِ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ وَهُوَ يُطۡعِمُ وَلَا يُطۡعَمُ‌ؕ قُلۡ اِنِّىۡۤ اُمِرۡتُ اَنۡ اَكُوۡنَ اَوَّلَ مَنۡ اَسۡلَمَ‌ وَلَا تَكُوۡنَنَّ مِنَ الۡمُشۡرِكِيۡنَ(14)


(14). તમે કહી દો કે, “શું હું તે અલ્લાહના સિવાય બીજાને દોસ્ત (૨બ, મા'બુદ) બનાવી લઉ જે આકાશો અને ધરતીનો સર્જનહાર છે, અને તે ખવડાવે છે ખવડાવવામાં આવતો નથી.'' તમે કહી દો કે, ‘મને હુકમ આપવામાં આવ્યો છે કે હું તેમાં સૌથી પ્રથમ રહું જેણે (અલ્લાહ પર)આત્મસમર્પણ કર્યું અને મુશરિકોમાં કદી પણ ન રહું.”


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


قُلۡ اِنِّىۡۤ اَخَافُ اِنۡ عَصَيۡتُ رَبِّىۡ عَذَابَ يَوۡمٍ عَظِيۡمٍ(15)


(15). તમે કહી દો કે, “જો હું પોતાના રબનું કહ્યું ન માનું તો મને એક મોટા દિવસના અઝાબનો ડર છે.''


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


مَنۡ يُّصۡرَفۡ عَنۡهُ يَوۡمَئِذٍ فَقَدۡ رَحِمَهٗ‌ؕ وَ ذٰ لِكَ الۡـفَوۡزُ الۡمُبِيۡنُ(16)


(16). જેના ઉપરથી તે દિવસે સજા ખતમ કરી દેવામાં આવશે, તેના ઉપર અલ્લાહે ઘણી મહેરબાની કરી અને આ સ્પષ્ટ કામયાબી છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92