સુરહ અલ્ માઈદહ 119,120

 PART:-392 


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

    સચ્ચાઈ ફાયદાકારક છે અને તેનું

        પરિણામ પણ ખૂબ સારું છે

                       

=======================        

     

            પારા નંબર:- 07

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 119,120


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


قَالَ اللّٰهُ هٰذَا يَوۡمُ يَـنۡفَعُ الصّٰدِقِيۡنَ صِدۡقُهُمۡ‌ؕ لَهُمۡ جَنّٰتٌ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُ خٰلِدِيۡنَ فِيۡهَاۤ اَبَدًا‌ ؕ رَضِىَ اللّٰهُ عَنۡهُمۡ وَرَضُوۡا عَنۡهُ‌ ؕ ذٰ لِكَ الۡـفَوۡزُ الۡعَظِيۡمُ(119)


(119). અલ્લાહ (તઆલા) કહેશે કે, “આ એ દિવસ છે કે સાચા લોકોને તેમની સચ્ચાઈ ફાયદાકારક હશે, તેમને બગીચા મળશે જેની નીચે નહેરો વહી રહી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહ (તઆલા) તેમનાથી રાજી અને તેઓ અલ્લાહથી રાજી છે, આ ઘણી મોટી સફળતા છે."


તફસીર(સમજુતી):-


હઝરત ઈબ્ને અબ્બાસ (રઝી.) આનો મતલબ એ બયાન કર્યો છે કે એ દિવસ એવો હશે કે તૌહીદ ને માનનારો અને તેના પર જમા રહેલો જ ફાયદા માં રહેશે એટલે કે મુશરેકીન ની માફી તથા મગફિરત ની કોઈ સૂરત નહીં હોય.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


لِلّٰهِ مُلۡكُ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ وَمَا فِيۡهِنَّ‌ ؕ وَهُوَ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(120)


(120). અલ્લાહનું જ રાજ્ય છે, આકાશોમાં અને ધરતીમાં અને જે કંઈ તેમાં હાજર છે અને તે દરેક વસ્તુ પર વર્ચસ્વ ધરાવે છે.



Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92