સુરહ અલ્ માઈદહ 117,118

 PART:-391


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

    ઈસા(અ.સ.) એ ઈસાઈઓને એક

     અલ્લાહની ઈબાદત કરવાનું જ કહેલું

                       

=======================        

     

            પારા નંબર:- 07

           (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 117,118


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


مَا قُلۡتُ لَهُمۡ اِلَّا مَاۤ اَمَرۡتَنِىۡ بِهٖۤ اَنِ اعۡبُدُوا اللّٰهَ رَبِّىۡ وَرَبَّكُمۡ‌ۚ وَكُنۡتُ عَلَيۡهِمۡ شَهِيۡدًا مَّا دُمۡتُ فِيۡهِمۡ‌ۚ فَلَمَّا تَوَفَّيۡتَنِىۡ كُنۡتَ اَنۡتَ الرَّقِيۡبَ عَلَيۡهِمۡ‌ؕ وَاَنۡتَ عَلٰى كُلِّ شَىۡءٍ شَهِيۡدٌ‏(117)


(117). મેં તેમને ફક્ત એ જ કહ્યું જેનો તે મને હુકમ આપ્યો કે પોતાના રબ અને મારા રબ અલ્લાહની બંદગી કરો, અને જયાં સુધી હું તેમનામાં રહ્યો તેમના પર ગવાહ રહ્યો અને જ્યારે તે મને ઉઠાવી લીધો તો તું જ તેમનો સંરક્ષક હતો અને તે દરેક વસ્તુ પર ગવાહ છે.


તફસીર(સમજુતી):-


ઈસા (અ.સ.) એ તૌહીદ અને એક અલ્લાહની ઈબાદત ની દાવત આપેલી જેવું કે સુરહ મરયમ માં પણ વર્ણન છે.


અહીં શબ્દ (تَوَفَّيۡتَنِىۡ) નો મતલબ છે કે જ્યારે (તે મને દુનિયા થી ઉઠાવી લીધો) જેનું વર્ણન સુરહ આલે ઈમરાન માં આવી ગયું છે. અહીં આ વાત સાબિત થાય છે કે પંયગબરો ને એટલું જ ઈલ્મ હોય છે જેટલું તેમને આપવામાં આવ્યું હોય અને દુનિયામાં તેમણે પોતાની આંખો થી જોયું હોય, જ્યારે કે આલિમુલ ગૈબ (ગૈબનુ ઈલ્મ) એ હોય છે કે કોઈ ના કહ્યા વગર  દરેક વસ્તુ નું ઈલ્મ હોય અને એ ઈલ્મ ની કોઈ હદ ના હોય અને આ સિફત ફક્ત અલ્લાહ માં જ છે તેના સિવાય કોઈના માં નથી, એટલે  આલિમુલ ગૈબ ફક્ત અલ્લાહ છે જ.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


اِنۡ تُعَذِّبۡهُمۡ فَاِنَّهُمۡ عِبَادُكَ‌ۚ وَاِنۡ تَغۡفِرۡ لَهُمۡ فَاِنَّكَ اَنۡتَ الۡعَزِيۡزُ الۡحَكِيۡمُ(118)


(118). જો તું તેમને સજા આપે તો તેઓ તારા બંદાઓ છે અને જો તું તેમને માફ કરી દે તો તું જબરદસ્ત હિકમતવાળો છે.”


તફસીર(સમજુતી):-


એટલે કે તેમનો મામલો સંપૂર્ણ તારી પાસે છે એટલા માટે કે તુ જે ચાહો એ કરી શકો અને તને પુછતાછ કરવાવાળું કોઈ જ નથી, પરંતુ બંદાઓના કામોની પુછતાછ કરવામાં આવશે. 


આ આયાતમાં અલ્લાહની સામે બંદાની આજીઝી અને બેબસીનો ઈઝહાર પણ છે અને અલ્લાહની અઝમત અને જલાલત અને તેની કાદિરે મુતલક અને મુખ્તારે કુલ હોવાનું બયાન પણ છે પછી આની સાથે મગફિરત ની ઈલતેજા પણ જોડાયેલ છે. સુબ્હાનલ્લાહ... કેવી જબરદસ્ત બહેતરીન આયત છે એટલે તો હદીષો માં આવે છે કે એક રાત નબી(ﷺ) નફિલ  નમાઝમાં  જ્યારે આ આયત પઢવામાં આવી તો તેમના પર એવી કૈફિયત આવી કે તેને વારંવાર દરેક રકઅત માં પઢવા લાગ્યા અહીં સુધી કે સવાર થવા આવી. (મુસ્નદ અહમદ જીલ્દ-૫ સફા-૧૪૯)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92