સુરહ અલ્ માઈદહ 98,99,100

 PART:-382


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

        સારી અને ખરાબ વસ્તુઓ

               સમાન ન હોય શકે                                

   

=======================        

     

            પારા નંબર:- 07

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 98,99,100


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


اِعۡلَمُوۡۤا اَنَّ اللّٰهَ شَدِيۡدُ الۡعِقَابِ وَاَنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ(98)


(98). તમે યકીન કરો કે અલ્લાહ (તઆલા) સજા પણ સખત આપવાવાળો છે અને અલ્લાહ (તઆલા) ઘણો બખ્શવાવાળો અને ઘણો મહેરબાન પણ છે.


તફસીર(સમજુતી):-


એક બાજુ અલ્લાહના અઝાબથી પનાહ માંગો અને બીજી બાજુ તેની રહમતની ઉમ્મીદ પણ રાખો અસલ ઈમાન એ કે બંદાઓ પર ખૌફ અને રાજીપા(ડર અને ઉમ્મીદ) બન્નેની હાલતમાં રહે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


مَا عَلَى الرَّسُوۡلِ اِلَّا الۡبَلٰغُ‌ ؕ وَاللّٰهُ يَعۡلَمُ مَا تُبۡدُوۡنَ وَمَا تَكۡتُمُوۡنَ(99)


(99). રસૂલનું કર્તવ્ય તો ફક્ત પહોંચાડવાનું છે અને અલ્લાહ (તઆલા) તે બધું જ જાણે છે જે કંઈ તમે જાહેર કરો છો અને જે કંઈ છૂપાવી રાખો છો.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


قُلْ لَّا يَسۡتَوِى الۡخَبِيۡثُ وَالطَّيِّبُ وَلَوۡ اَعۡجَبَكَ كَثۡرَةُ الۡخَبِيۡثِ‌ ۚ فَاتَّقُوا اللّٰهَ يٰۤاُولِى الۡاَ لۡبَابِ لَعَلَّكُمۡ تُفۡلِحُوۡنَ(100)


(100). તમે કહી દો કે, અપવિત્ર અને પવિત્ર સમાન નથી, ભલેને તમને અપવિત્રતા વધારે સારી લાગતી હોય, અલ્લાહ (તઆલા)થી ડરતા રહો, અય અકલમંદો! જેથી તમે કામયાબ થઈ જાઓ.


તફસીર(સમજુતી):-


અપવિત્ર એટલે કે હરામ, અથવા કાફિર, અથવા ગુનાહગાર અથવા રદ્દી વસ્તુઓ


 તય્યબ(પવિત્ર) એટલે કે હલાલ, અથવા મોમિન, અથવા ફરમાબરદાર અને ઉમદહ વસ્તુઓ હોય શકે છે.


અપવિત્ર વસ્તુઓ ગમે તેટલો સારો દેખાવો કરે અથવા દેખાવમાં સારી લાગે પરંતુ તે પવિત્ર વસ્તુઓ ના મુકાબલામાં આવી ન શકે, અર્થાત્ બન્ને ની બરાબરી થઈ જ ન શકે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92