સુરહ અલ્ માઈદહ 96,97

 PART:-381


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

          ખાસ હાલતમાં ઈજાજત                              

   

=======================        

     

            પારા નંબર:- 07

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 96,97


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


اُحِلَّ لَـكُمۡ صَيۡدُ الۡبَحۡرِ وَطَعَامُهٗ مَتَاعًا لَّـكُمۡ وَلِلسَّيَّارَةِ‌ ۚ وَحُرِّمَ عَلَيۡكُمۡ صَيۡدُ الۡبَـرِّ مَا دُمۡتُمۡ حُرُمًا‌ ؕ وَاتَّقُوا اللّٰهَ الَّذِىۡۤ اِلَيۡهِ تُحۡشَرُوۡنَ(96)


(96). તમારા માટે સમુદ્રનો શિકાર પકડવો અને ખાવો હલાલ કરેલ છે. તમારા ઉપયોગના માટે અને મુસાફરોના માટે, અને જમીન પરનો શિકાર હરામ કરવામાં આવ્યો જ્યાં સુધી તમે અહેરામની હાલતમાં હોવ, અને અલ્લાહ (તઆલા)થી ડરો જેના પાસે ભેગા કરવામાં આવશો.


તફસીર(સમજુતી):-


(સૈદ) થી આશય જીવતુ જાનવર અને (તઆમુહુ) થી આશય મુરદાર જાનવર (માછલી વગેરે) છે


જેને સમુદ્ર અથવા નદી બહાર ફેંકી દે અથવા પાણીની ઉપર આવી જાય, જેવી રીતે હદીસમાં સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે કે “સમુદ્રનું મુરદાર જાનવર હલાલ છે.” (વિસ્તૃત જાણકારી માટે જુઓ તફસીર ઈબ્ને કસીર, અને નીલુલ અવતાર વગેરે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


جَعَلَ اللّٰهُ الۡـكَعۡبَةَ الۡبَيۡتَ الۡحَـرَامَ قِيٰمًا لِّـلنَّاسِ وَالشَّهۡرَ الۡحَـرَامَ وَالۡهَدۡىَ وَالۡقَلَاۤئِدَ‌ ؕ ذٰ لِكَ لِتَعۡلَمُوۡۤا اَنَّ اللّٰهَ يَعۡلَمُ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ وَاَنَّ اللّٰهَ بِكُلِّ شَىۡءٍ عَلِيۡمٌ(97)


(97). અલ્લાહ (તઆલા)એ કા'બાને જે અદબવાળુ ઘર છે, લોકો માટે કાયમ રહેવાનું કારણ બનાવ્યું અને હુરમતવાળા મહિનાને અને હરમમાં કુરબાની આપવામાં આવતા જાનવરોને પણ અને તે જાનવરોને પણ જેમના ગળામાં પટ્ટાઓ હોય. આ એટલા માટે જેથી તમે એ વાત પર યકીન કરી લો કે બેશક અલ્લાહ (તઆલા) આકાશો અને ધરતીની અંદરની વસ્તુઓનું ઈલ્મ રાખે છે અને બેશક અલ્લાહ દરેક વસ્તુને સારી રીતે જાણે છે.


તફસીર(સમજુતી):-


કા’બાને બયતુલ હરામ એટલા માટે કહે છે કે તેની હદમાં શિકાર કરવા, વૃક્ષો કાપવા વગેરે હરામ છે તે રીતે જો તેમાં પિતાના કાતિલનો સામનો થઈ જાય તો તેને પણ છેડવામાં નથી આવતો.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92