સુરહ અલ્ માઈદહ 94,95

 PART:-380


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

          ઈમ્તિહાન કે આજમાઈશ                             

   

=======================        

     

            પારા નંબર:- 07

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 94,95


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَيَبۡلُوَنَّكُمُ اللّٰهُ بِشَىۡءٍ مِّنَ الصَّيۡدِ تَنَالُـهٗۤ اَيۡدِيۡكُمۡ وَ رِمَاحُكُمۡ لِيَـعۡلَمَ اللّٰهُ مَنۡ يَّخَافُهٗ بِالۡـغَيۡبِ‌ ۚ فَمَنِ اعۡتَدٰى بَعۡدَ ذٰ لِكَ فَلَهٗ عَذَابٌ اَ لِيۡمٌ(94)


(94). અય ઈમાનવાળાઓ! અલ્લાહ (તઆલા) કેટલાક શિકાર વડે તમારી પરીક્ષા કરે છે, જેમના સુધી તમારા હાથ અને તમારા ભાલા પહોંચી શકશે, જેથી અલ્લાહ(તઆલા) જાણી લે કે કયો વ્યક્તિ તેને જોયા વગર તેનાથી ડરે છે, જે વ્યક્તિ આના પછી હદથી આગળ વધી જશે તેના માટે સખત સજા છે.


તફસીર(સમજુતી):-


શિકાર અરબોની જિંદગી ગુજારવાનો એક ખાસ જરીઓ હતો, એટલા માટે અહેરામની હાલતમાં તેને હરામ કરી તેમની પરીક્ષા લેવામાં આવી, ખાસ કરીને હુદેબિયામાં રોકાણ વખતે શિકાર વધારે સહાબાની નજીક આવતા. પરંતુ એ જ દિવસોમાં આ ચાર આયતો ઉતરી. જેમાં તેના સંદર્ભે હુકમ આપવામાં આવ્યા.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَقۡتُلُوا الصَّيۡدَ وَاَنۡـتُمۡ حُرُمٌ‌ ؕ وَمَنۡ قَتَلَهٗ مِنۡكُمۡ مُّتَعَمِّدًا فَجَزَآءٌ مِّثۡلُ مَا قَتَلَ مِنَ النَّعَمِ يَحۡكُمُ بِهٖ ذَوَا عَدۡلٍ مِّنۡكُمۡ هَدۡيًاۢ بٰلِغَ الۡـكَعۡبَةِ اَوۡ كَفَّارَةٌ طَعَامُ مَسٰكِيۡنَ اَوۡ عَدۡلُ ذٰ لِكَ صِيَامًا لِّيَذُوۡقَ وَبَالَ اَمۡرِهٖ‌ ؕ عَفَا اللّٰهُ عَمَّا سَلَفَ‌ ؕ وَمَنۡ عَادَ فَيَنۡتَقِمُ اللّٰهُ مِنۡهُ‌ ؕ وَاللّٰهُ عَزِيۡزٌ ذُو انْتِقَامٍ(95)


(95). અય ઈમાનવાળાઓ! જ્યારે તમે (હજ અથવા ઉમરાહના) અહેરામની હાલતમાં રહો તો શિકાર ન કરો અને તમારામાંથી જે કોઈપણ જાણી જોઈને તેને મારે તો તેને ફિદિયો આપવાનો છે તેના સમાન પાલતુ જાનવરથી જેનો ફેંસલો તમારામાંથી બે આદિલ વ્યક્તિ કરશે જે કુરબાની માટે કા’બા સુધી પહોંચાડવામાં આવશે, અથવા ફિદિયા રૂપે ગરીબોને ખવડાવવાનું રહેશે, અથવા તેના બરાબર રોઝા રાખવાના છે જેથી પોતાના કરેલાની સજા માણો, જે પહેલા થઈ ગયું તેને અલ્લાહ માફ કરી દીધું અને જે કોઈ આના (મનાઈ હુકમ) પછી આવું ફરી કરશે અલ્લાહ તેનાથી બદલો લેશે, અલ્લાહ શક્તિશાળી બદલો લેવાવાળો છે.


તફસીર(સમજુતી):-


“જાણીજોઈને’’ના શબ્દથી કેટલાક આલિમોએ એવી દલીલ નીકાળી છે કે વગર કોશિશે જો ભૂલથી અજાણતામાં કતલ થઈ જાય તો તેમાં ફિદિયો નથી, પરંતુ મોટા ભાગના આલિમોની નજીક મરજી અથવા ગેર મરજી બંને સ્થિતિમાં જાનવર કતલ કરવા પર ફિદિયો આપવો પડશે, જાણીજોઈને વાળી વાત હાલાતના હિસાબે છે શરતના સ્વરૂપમાં નથી.


બરાબર જાનવરથી આશય શરીર અને દરજામાં બરાબર હોવું છે. કિંમતમાં બરાબર હોવું નથી જેમ કે જો હરણનું કતલ થયુ તો તેના બરાબર બકરી છે, ગાયના બરાબર નીલ ગાય છે વગેરે. પરંતુ જે સમાન જાનવર ન મળી શકતું હોય તેવી સ્થિતિમાં કિંમત સ્વરૂપે ફિદિયો લઈને મક્કા પહોંચાડી દેવામાં આવશે. (ઈબ્ને કસીર)


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92