સુરહ અલ્ માઈદહ 89

 PART:-377


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

          કસમ અને તેનો કફ્ફારો

                   

=======================        

     

            પારા નંબર:- 07

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 89


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


لَا يُؤَاخِذُكُمُ اللّٰهُ بِاللَّغۡوِ فِىۡۤ اَيۡمَانِكُمۡ وَلٰـكِنۡ يُّؤَاخِذُكُمۡ بِمَا عَقَّدْتُّمُ الۡاَيۡمَانَ‌ ۚ فَكَفَّارَتُهٗۤ اِطۡعَامُ عَشَرَةِ مَسٰكِيۡنَ مِنۡ اَوۡسَطِ مَا تُطۡعِمُوۡنَ اَهۡلِيۡكُمۡ اَوۡ كِسۡوَتُهُمۡ اَوۡ تَحۡرِيۡرُ رَقَبَةٍ‌ ؕ فَمَنۡ لَّمۡ يَجِدۡ فَصِيَامُ ثَلٰثَةِ اَيَّامٍ‌ ؕ ذٰ لِكَ كَفَّارَةُ اَيۡمَانِكُمۡ اِذَا حَلَفۡتُمۡ‌ ؕ وَاحۡفَظُوۡۤا اَيۡمَانَكُمۡ‌ ؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَـكُمۡ اٰيٰتِهٖ لَعَلَّكُمۡ تَشۡكُرُوۡنَ(89)



(89). અલ્લાહ (તઆલા) તમારી કસમોમાં બેકાર કસમો પર તમને નથી પકડતો, પરંતુ તેની પકડ કરે છે જે કસમોને તમે મજબૂત કરી દો, તેનો કફ્ફારો દસ ગરીબોને મધ્યમસરનું ખવડાવો, જેવું  પોતાના ઘરવાળાઓને ખવડાવો છો, અથવા તેમને કપડા પહેરાવો, અથવા એક દાસ અથવા દાસી આઝાદ કરો,અને જેનાથી આવુ ન થઈ શકે તેઓ ત્રણ દિવસ રોઝા રાખે. આ તમારી કસમોનો કફ્ફારો છે જ્યારે કે તમે કસમ ખાઈ લો અને પોતાની કસમોની રક્ષા કરો, આ રીતે અલ્લાહ (તઆલા) તમારા માટે પોતાના હુકમોનું વર્ણન કરે છે જેથી તમે શુક્રગુજાર (કૃતજ્ઞ) બનો.


તફસીર(સમજુતી):-


કસમને અરબી ભાષામાં હલફ અથવા યમીન કહે છે જેનું બહુવચન અહલાફ અને એમાન છે. કસમના ત્રણ પ્રકારો છે. (1) લગ્-વ, (2) ગમૂસ, (3) મોઅક્કદ.


લગ્-વ તે કસમ છે જે માણસ વાત વાત પર આદતથી વગર કારણે અને મકસદથી ખાતો રહેતો હોય તેમાં કોઈ પકડ થશે નહિં.


ગમૂસ તે જૂઠી કસમ છે જે માણસ ધોખો આપવા અથવા કપટના માટે ખાય છે. આ ઘણો મોટો ગુનોહ છે. પરંતુ તેમાં કોઈ કફફારો નથી.


મોઅક્કદ તે કસમ છે જે માણસ પોતાની વાતમાં વજન અને પરિપક્વતા લાવવા માટે જાણી જોઈને ખાય છે. આ પ્રકારની કસમ તોડશે તો કફફારો આપવો પડશે, જેનું આગલી આયતમાં વર્ણન છે.


આ ખોરાકની માત્રા માટે કોઈ એક સાચુ કથન નથી, એટલા માટે મતભેદ છે, પરંતુ ઈમામ શાફઈએ તે હદીસને દલીલ લીધી જેમાં રમઝાનમાં રોઝાની હાલતમાં પત્નીથી સહશયન કરવાનો જે કફફારો છે, લગભગ અડધો

કિલો પ્રત્યેક ગરીબનો ખોરાક નક્કી કરેલ છે. કેમકે નબી (ﷺ) એ તે માણસને પત્ની સાથે રોઝાની હાલતમાં સહશયન કરવા માટે કફફારા તરીકે 15 સાઅ ખજૂર અપાવડાવી હતી જેને 60 ગરીબોમાં વહેંચવામાં આવી, એક સાઅમાં ચાર મુદ અને એક મુદ (લગભગ છસો ગ્રામ થાય છે) આના આધારે વગર સોરબાની સબ્જીમાં દસ ગરીબોને આપવા માટે દસ મુદ (એટલે કે છ કિલો) કફફારો થશે. (ઈબ્ને કસીર)


કાપડના બારામાં પણ મતભેદ છે પ્રત્યક્ષ રીતે આશય કપડાંની જોડી છે જેમાં માણસ નમાઝ પઢી શકે, કેટલાક આલિમોએ ખોરાક અને કપડાં બંને માટે રીતિ-રિવાજને વિશ્વસનીય માન્યું છે.


કેટલાક આલિમોએ ભૂલથી કતલના કફફારા પર હિસાબ કરીને દાસ અથવા દાસીના માટે ઈમાનની શરત રાખી છે. ઈમામ શૌકાની કહે છે આયત સામાન્ય છે જેના અંદર મોમીનો અને કાફિરો બંને આવી જાય છે.


એટલે કે માણસની અંદર ઉપરના ત્રણેય વિષયોમાંથી કોઈની પણ તાકાત ન હોય તો તે ત્રણ દિવસ રોઝા રાખે, કેટલાક આલિમ લગાતાર રોઝા રાખવાની તરફેણમાં છે અને કેટલાકના વિચારથી બંને જાઈઝ છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92