સુરહ અલ્ માઈદહ 87,88

 PART:-376


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

         હરામ અને હલાલ માં તમીઝ

                   

=======================        

     

            પારા નંબર:- 07

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 87,88


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تُحَرِّمُوۡا طَيِّبٰتِ مَاۤ اَحَلَّ اللّٰهُ لَـكُمۡ وَلَا تَعۡتَدُوۡا‌ ؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ الۡمُعۡتَدِيۡنَ(87)


(87). અય ઈમાનવાળાઓ! તે પવિત્ર વસ્તુઓને હરામ ન બનાવો જેને અલ્લાહે તમારા માટે હલાલ બનાવી દીધી છે' અને હદથી આગળ ન વધો, બેશક અલ્લાહ (તઆલા) હદથી આગળ વધી જનારને પસંદ નથી કરતો.


તફસીર(સમજુતી):-


હદીસમાં છે કે એક માણસ નબી(ﷺ) ની દરબારમાં હાજર થયો અને કહેવા લાગ્યો કે હે રસૂલુલ્લાહ(ﷺ)! જ્યારે હું ગોશ્ત ખાઉં છું તો સહશયનની ઈચ્છા વધારે થાય છે એટલા માટે મેં પોતાની ઉપર ગોશ્ત હરામ કરી દીધો છે તેની પર આ આયત ઉતરી. (સહી તિર્મિજી અલબાની,ભાગ-૩,પાન-૪૬)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَكُلُوۡا مِمَّا رَزَقَكُمُ اللّٰهُ حَلٰلًا طَيِّبًا‌ ۖ وَّ اتَّقُوا اللّٰهَ الَّذِىۡۤ اَنۡـتُمۡ بِهٖ مُؤۡمِنُوۡنَ(88)


(88). અને અલ્લાહ(તઆલા) એ જે વસ્તુઓ તમને આપી છે તેમાંથી પવિત્ર હલાલ વસ્તુઓ ખાઓ અને અલ્લાહ(તઆલા)થી ડરો, જેના પર તમે ઈમાન ધરાવો છો.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92