સુરહ અલ્ માઈદહ 83,84,85,86

 PART:-375


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

      કુરઆન મજીદની દિલો પર અસર

                     

=======================        

     

            પારા નંબર:- 07

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 83,84,85,86


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَاِذَا سَمِعُوۡا مَاۤ اُنۡزِلَ اِلَى الرَّسُوۡلِ تَرٰٓى اَعۡيُنَهُمۡ تَفِيۡضُ مِنَ الدَّمۡعِ مِمَّا عَرَفُوۡا مِنَ الۡحَـقِّ‌ۚ يَقُوۡلُوۡنَ رَبَّنَاۤ اٰمَنَّا فَاكۡتُبۡنَا مَعَ الشّٰهِدِيۡنَ‏(83)


(83). અને જયારે તેઓ રસૂલ તરફ ઉતારેલ (પેગામ)ને સાંભળે છે, તો તમે તેમની આંખોથી વહેતાં આંસુઓની ધારાઓને જુઓ છો, એટલા માટે કે તેઓએ સત્યને ઓળખી લીધું, તેઓ કહે છે કે “અય અમારા રબ! અમે ઈમાન લાવ્યા, બસ તું અમને પણ ગવાહોમાં લખી લે."


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَمَا لَـنَا لَا نُؤۡمِنُ بِاللّٰهِ وَمَا جَآءَنَا مِنَ الۡحَـقِّۙ وَنَطۡمَعُ اَنۡ يُّدۡخِلَـنَا رَبُّنَا مَعَ الۡقَوۡمِ الصّٰلِحِيۡنَ(84)


(84). અને અમને શું છે કે અલ્લાહ અને તે સચ્ચાઈ પર યકીન ન કરીએ જે અમારા પાસે આવ્યુ છે અને એવી આશા ન કરીએ કે અમારો રબ અમને સદાચારીઓમાં સામેલ કરી દેશે.


તફસીર(સમજુતી):-


આયત નં. (83)અને(84) ની તફસીર માં શહેર હબ્શ માં જ્યાં કેટલાક મુસલમાનોએ મક્કી જીંદગીમાં બે વાર ત્યાં હિજરત કરી. ત્યાં નજજાશી ની હુકૂમત હતી, જે ઈસાઈ રાજા હતો. અને આ આયત હબ્શ શહેરમાં રહેવાવાળા લોકો વિશે છે. નબી(ﷺ) એ હઝરત અમ્ર બિન ઉમ્મયા(રદી.) ને નજજાશી પાસે મોકલ્યા હતાં, અને નજજાશીએ તેમનું સાંભળ્યા પછી તેઓએ ત્યાં રહેલા મુહાજિરીન અને હજરત જઅફર બિન અબી તાલિબ(રદી.) ને પોતાના પાસે બોલાવ્યા તથા પોતાના ઈસાઈ ઉલમાઓ ને ભેગી કર્યા અને પછી હજરત જઅફર(રદી.) ને કુરઆન પઢવાનું કહ્યું તો તેમણે સુરહ મરયમ ની તિલાવત કરવાનું શરૂ કર્યું જેમાં હજરત ઈસા(અ.સ.) ની વિલાદત અને રિસાલતનુ ઝિક્ર સાંભળીને નજજાશીની આંખોથી આંસુ વહેવા લાગ્યા અને તેઓ ઈમાન લઈ આવ્યા.


કેટલાક નું કહેવું છે કે નજજાસીએ પોતાના કેટલાક ઉલ્માઓને નબી(ﷺ) પાસે મોકલ્યા જ્યાં તેઓએ આપ (ﷺ) પાસે કુરઆન સાંભળીને તેમની આંખોથી આંસુઓની ધારાઓ વહેવા લાગી, અને તેઓ ઈમાન લઈ આવ્યા.(ફત્હુલ કદીર)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


فَاَثَابَهُمُ اللّٰهُ بِمَا قَالُوۡا جَنّٰتٍ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُ خٰلِدِيۡنَ فِيۡهَا‌ ؕ وَذٰلِكَ جَزَآءُ الۡمُحۡسِنِيۡنَ‏(85) 


(85). તો અલ્લાહે તેમની આ દુઆના કારણે એવા બગીચા આપ્યા જેની નીચે નહેરો વહે છે, જેમાં હંમેશા રહેશે અને આ નેક લોકોનો બદલો છે.


☘☘☘☘☘☘☘☘☘☘☘


وَالَّذِيۡنَ كَفَرُوۡا وَكَذَّبُوۡا بِاٰيٰتِنَاۤ اُولٰٓئِكَ اَصۡحٰبُ الۡجَحِيۡمِ(86)


(86). અને જેઓ કાફિર થઈ ગયા અને અમારી આયતોને જૂઠાડી દીધી તેઓ જહન્નમી છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92