સુરહ અલ્ માઈદહ 81,82

 PART:-374


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

      યહુદીઓ મુસલમાનોના સૌથી મોટા

                     દુશ્મન છે

                     

=======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 81,82


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَلَوۡ كَانُوۡا يُؤۡمِنُوۡنَ بِاللّٰهِ وَالنَّبِىِّ وَمَاۤ اُنۡزِلَ اِلَيۡهِ مَا اتَّخَذُوۡهُمۡ اَوۡلِيَآءَ وَلٰـكِنَّ كَثِيۡرًا مِّنۡهُمۡ فٰسِقُوۡنَ(81)

 

(81). જો તેઓને અલ્લાહ (તઆલા) પર, નબી પર, અને જે ઉતારવામાં આવ્યું છે તેના પર ઈમાન હોત તો તેઓ કાફિરોથી દોસ્તી ન કરતા, પરંતુ તેમનામાંથી વધારે પડતા લોકો દુરાચારી છે.


તફસીર(સમજુતી):-


એનો મતલબ એ છે કે જે વ્યક્તિની અંદર સાચે જ ઈમાન હશે તે ગુમરાહો સાથે કદી દોસ્તી નહિ કરે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


لَـتَجِدَنَّ اَشَدَّ النَّاسِ عَدَاوَةً لِّـلَّذِيۡنَ اٰمَنُوا الۡيَهُوۡدَ وَالَّذِيۡنَ اَشۡرَكُوۡا‌ ۚ وَلَـتَجِدَنَّ اَ قۡرَبَهُمۡ مَّوَدَّةً لِّـلَّذِيۡنَ اٰمَنُوا الَّذِيۡنَ قَالُوۡۤا اِنَّا نَصٰرٰى‌ ؕ ذٰ لِكَ بِاَنَّ مِنۡهُمۡ قِسِّيۡسِيۡنَ وَرُهۡبَانًا وَّاَنَّهُمۡ لَا يَسۡتَكۡبِرُوۡنَ‏(82)


(82). બેશક તમે ઈમાનવાળાઓના સખત દુશ્મન યહૂદિઓ અને મૂર્તિપૂજકોને જોશો, અને ઈમાનવાળાઓની બધાથી વધારે નજીકની દોસ્તી, તમે જરૂર તેમનામાં જોશો જેઓ પોતે પોતાને ઈસાઈ કહે છે, આ એટલા માટે કે તેમનામાં વિદ્વાનો અને સન્યાસીઓ છે અને એ કારણે કે તેઓ ઘમંડ નથી કરતા.


તફસીર(સમજુતી):-


એટલા માટે કે યહૂદિઓમાં દુશ્મની અને ઈન્કાર, સચ્ચાઈથી મોઢું ફેરવી લેવું, ઘમંડ, આલિમો અને ઈમાનવાળાઓની ટીકા કરવાની ભાવના ઘણી જોવા મળતી હતી. આ જ કારણે નબીઓના કતલ અને તેમને જૂઠાડવા તેમનો અમલ રહ્યો છે ત્યાં સુધી કે તેમણે રસૂલ(ﷺ) ના કતલની પણ સાઝિશ ઘણીવાર કરી, આપ(ﷺ) પર જાદૂ પણ કર્યું, દરેક રીતે નુકસાન પહોંચાડવાની યોજના બનાવી તથા આ મામલામાં મૂર્તિપૂજકોની પણ આ સ્થિતિ રહી છે.


શબ્દ(رُهۡبَانًا) થી આશય નેક અને સન્યાસી અને (قِسِّيۡسِيۡنَ)થી આશય વિદ્વાનો અને વક્તાઓ છે. એટલે કે ઈસાઈઓમાં ઈલ્મ અને નરમી છે એટલા માટે કે તેમનામાં યહૂદિઓની જેમ ઈન્કાર અને ઘમંડ નથી. એના સિવાય ઈસાઈ ધર્મમાં માફીની તાલીમનું મહત્વ છે ત્યાં સુધી કે તેમના ગ્રંથોમાં લખ્યું છે કે કોઈ તમારા જમણા ગાલ પર મારે તો ડાબો ગાલ તેની સામે ધરી દો, આ કારણથી તેઓ યહૂદિઓની સરખામણીમાં મુસલમાનોની નજીક છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92