સુરહ અલ્ માઈદહ 77,78

 PART:-372


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

       બની ઈસરાઈલના કાફિરો પર

            લાનત કરવામાં આવી        

   

=======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 77,78


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


قُلۡ يٰۤـاَهۡلَ الۡـكِتٰبِ لَا تَغۡلُوۡا فِىۡ دِيۡـنِكُمۡ غَيۡرَ الۡحَـقِّ وَلَا تَتَّبِعُوۡۤا اَهۡوَآءَ قَوۡمٍ قَدۡ ضَلُّوۡا مِنۡ قَبۡلُ وَاَضَلُّوۡا كَثِيۡرًا وَّضَلُّوۡا عَنۡ سَوَآءِ السَّبِيۡلِ(77)


(77). કહી દો, “હે કિતાબવાળાઓ! પોતાના ધર્મમાં અતિશયોક્તિ ન કરો, અને તે લોકોની ઈચ્છાઓનું અનુસરણ ન કરો, જેઓ પહેલાથી ભટકી ગયા છે અને ઘણાઓને ભટકાવી ચૂક્યા છે અને સીધા રસ્તાથી ભટકી ગયા છે."


તફસીર(સમજુતી):-


એટલે કે સચ્ચાઈનું અનુસરણ કરવામાં હદથી આગળ ન વધો, અને જેમનો આદર કરવાનો હુકમ આપવામાં આવ્યો છે, તેમાં અતિશયોક્તિ કરીને નબૂવતના સ્થાન પરથી ઉઠાવી મા’બૂદના સ્થાન પર ન બેસાડી દો, જેવું કે હજરત મસીહના બારામાં તમે કર્યુ, અતિશયોક્તિ દરેક સમયમાં શિર્ક અને ભટકાવનું કારણ રહ્યું છે. 


મુસલમાન પણ આ અતિશયોક્તિથી સલામત ન રહી શક્યા, તેમણે કેટલાક આલિમોના બારામાં અતિશયોક્તિ કરી અને તેમના વિચારો, કથન અને ત્યાં સુધી કે તેમનાથી જોડાયેલ ધાર્મિક ફેંસલાઓ અને ઈરાદાઓને પણ રસૂલ(ﷺ) ની હદીસના મુકાબલામાં પ્રાથમિકતા આપી.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


لُعِنَ الَّذِيۡنَ كَفَرُوۡا مِنۡۢ بَنِىۡۤ اِسۡرَآءِيۡلَ عَلٰى لِسَانِ دَاوٗدَ وَعِيۡسَى ابۡنِ مَرۡيَمَ‌ ؕ ذٰلِكَ بِمَا عَصَوْا وَّكَانُوۡا يَعۡتَدُوۡنَ(78)


(78). ઈસરાઈલની સંતાનના કાફિરોને (હજરત) દાઉદ અને (હજરત) ઈસા ઈબ્ને મરયમના મોઢાંથી લા’નત કરવામાં આવ્યા, કારણ કે તેઓ નાફરમાની કરતા હતા અને હદથી આગળ વધી જતા હતા.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92