સુરહ અલ્ માઈદહ 74,75,76

 PART:-371


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

         મસીહ એક પયગંબર હતાં   

   

=======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 74,75,76


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


اَفَلَا يَتُوۡبُوۡنَ اِلَى اللّٰهِ وَيَسۡتَغۡفِرُوۡنَهٗ‌ؕ وَاللّٰهُ غَفُوۡرٌ رَّحِيۡمٌ(74)


(74). આ લોકો અલ્લાહ (તઆલા) તરફ કેમ નથી ઝૂકતા અને કેમ તૌબા નથી કરતા? અલ્લાહ (તઆલા) ઘણો માફ કરનાર અને ઘણો મહેરબાન છે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


مَا الۡمَسِيۡحُ ابۡنُ مَرۡيَمَ اِلَّا رَسُوۡلٌ‌ ۚ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِهِ الرُّسُلُؕ وَاُمُّهٗ صِدِّيۡقَةٌ‌  ؕ كَانَا يَاۡكُلٰنِ الطَّعَامَ‌ؕ اُنْظُرۡ كَيۡفَ نُبَيِّنُ لَهُمُ الۡاٰيٰتِ ثُمَّ انْظُرۡ اَ نّٰى يُؤۡفَكُوۡنَ(75)


(75). મરયમના પુત્ર મસીહ ફક્ત પયગંબર હોવાના સિવાય કશું જ નથી, આના પહેલા પણ ઘણા પયગંબરો થઈ ચૂક્યા છે,તેમની માતા એક પવિત્ર અને સાચી સ્ત્રી હતી. બંને (માતાપુત્ર) ભોજન કરતા હતા. તમે જુઓ અમે કેવી રીતે નિશાનીઓને તેમના સામે રજૂ કરીએ છીએ, પછી વિચાર કરો કે તેઓ કેવી રીતે પલટાવવામાં આવે છે.


તફસીર(સમજુતી):-


શબ્દ(صِدِّيۡقَةٌ‌) નો મતલબ છે ઈમાનવાળી અને પવિત્ર એટલે કે તેમણે પણ હજરત ઈસાની રિસાલતને માની અને તેના પર યકીન કર્યું, તેનો અર્થ એ થયો કે તે રસૂલ ન હતી જેવો કે કેટલાકનો ભ્રમ છે.


આમાં હજરત મસીહ અને હજરત મરયમ બંનેને મા'બૂદ ન હોવા અને મનુષ્ય હોવાનું સાબિત કર્યું છે, કારણ કે ખાવું મનુષ્યની જરૂરત અને મરજી અનુસાર છે. જે મા'બૂદ હોય તે તો આવા ગુણોથી પવિત્ર છે, બલ્કે દરેક પ્રકારે પવિત્ર હોય છે, એટલે કે બંને મનુષ્ય હતા અને તેમાં બધા મનુષ્યના ગુણો જોવા મળતા હતા.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


قُلۡ اَ تَعۡبُدُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰهِ مَا لَا يَمۡلِكُ لَـكُمۡ ضَرًّا وَّلَا نَفۡعًا ‌ؕ وَاللّٰهُ هُوَ السَّمِيۡعُ الۡعَلِيۡمُ(76)


(76). તમે કહી દો કે તમે અલ્લાહના સિવાય તેમની બંદગી કરો છો, જે ન તો તમારા નુકસાનના માલિક છે અને ન કોઈ પ્રકારના ફાયદાના, અલ્લાહ (તઆલા) જ સારી રીતે સાંભળવાવાળો અને બધું જ જાણવાવાળો છે.


તફસીર(સમજુતી):-


આ મૂર્તિપૂજકોની કમઅકલને સાબિત કરવામાં આવી રહ્યું છે કે તેઓએ એવાને મા'બૂદ બનાવી રાખ્યા છે જે કોઈને ન ફાયદો પહોંચાડી શકે છે અને ન નુકસાન, બલ્કે ફાયદો-નુકસાન તો દૂરની વાત છે તેઓ તો કોઈ વાતને સાંભળવા અને કોઈની હાલતને જાણવાની પણ તાકાત નથી રાખતા, આ તાકાત ફક્ત અલ્લાહને છે

એટલા માટે મુશ્કિલકુશા (મુસીબત દૂર કરનાર) અને હાજત રવા (ઈચ્છા અને કામના પૂરી કરનાર) ફક્ત અલ્લાહ (તઆલા) જ છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92