સુરહ અલ્ માઈદહ 67,68

 PART:-368


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

      ઈસ્લામ નો પ્રચાર અને પ્રસાર

       કરવો એ પયગંબરોની ફર્ઝ છે

   

=======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 67,68


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


يٰۤـاَيُّهَا الرَّسُوۡلُ بَلِّغۡ مَاۤ اُنۡزِلَ اِلَيۡكَ مِنۡ رَّبِّكَ‌ ؕ وَاِنۡ لَّمۡ تَفۡعَلۡ فَمَا بَلَّغۡتَ رِسٰلَـتَهٗ‌ ؕ وَاللّٰهُ يَعۡصِمُكَ مِنَ النَّاسِ‌ ؕ اِنَّ اللّٰهَ لَا يَهۡدِى الۡقَوۡمَ الۡـكٰفِرِيۡنَ(67)


(67). અય રસૂલ ! તમારા પાસે તમારા રબ તરફથી જે કંઈ (સંદેશો) ઉતારવામાં આવ્યો છે તેને પહોંચાડી દો, જો તમે આમ નહીં કરો તો તમે પોતાના રબનો સંદેશો નથી પહોંચાડ્યો અને અલ્લાહ લોકોથી તમારી રક્ષા કરશે, બેશક અલ્લાહ કાફિરોને હિદાયત નથી આપતો.


તફસીર(સમજુતી):-


આ હુકમથી મુરાદ આપ(ﷺ) પર જે ઉતારવામાં આવ્યું છે તેમાં વગર કમી કરે અને વગર બીક રાખે લોકો સુધી પહોંચાડવાનુ છે અને આપ(ﷺ)  એ આવું જ કર્યું, અને હજ્જતુલ વિદાઅ ના મૌકા પર આપ(ﷺ) એ સહાબાઓના એક લાખ કે એક લાખ ચાલીસ હજાર ના જથ્થા માં કહ્યું "તમે મારા વિષે શું કહો છો" તો તેમણે કહ્યું (અમે ગવાહી આપીએ છીએ કે તમે અલ્લાહ નો પૈગામ પહોંચાડી દીધો અને રિસાલતનો હક અદા કરી દીધો અને ખૈરખ્વાહી કરી દીધી.) પછી આપ(ﷺ) એ આસમાન તરફ આંગળી ઉઠાવીને ત્રણ વખત કહ્યું "અય અલ્લાહ! મેં તારો પૈગામ પહોંચાડી દીધો, તું ગવાહ રેહ, તું ગવાહ રેહ, તું ગવાહ રેહ" (સહીહ મુસ્લિમ, કિતાબુલ હજ્જ)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


قُلۡ يٰۤـاَهۡلَ الۡـكِتٰبِ لَسۡتُمۡ عَلٰى شَىۡءٍ حَتّٰى تُقِيۡمُوا التَّوۡرٰٮةَ وَالۡاِنۡجِيۡلَ وَمَاۤ اُنۡزِلَ اِلَيۡكُمۡ مِّنۡ رَّبِّكُمۡ‌ ؕ وَلَيَزِيۡدَنَّ كَثِيۡرًا مِّنۡهُمۡ مَّاۤ اُنۡزِلَ اِلَيۡكَ مِنۡ رَّبِّكَ طُغۡيَانًا وَّكُفۡرًا‌ۚ فَلَا تَاۡسَ عَلَى الۡقَوۡمِ الۡكٰفِرِيۡنَ(68)


(68). તમે કહી દો કે, “હે કિતાબવાળાઓ! તમારો કોઈ આધાર નથી, જયાં સુધી કે તૌરાત અને ઈન્જીલ અને જે પણ(ધર્મશાસ્ત્ર) તમારા રબ તરફથી તમારા પર ઉતારવામાં આવ્યા છે તેનું પાલન ન કરો અને જે તમારા તરફ (પવિત્ર કુરઆન) તમારા રબ તરફથી ઉતારવામાં આવ્યું છે તે આમાંથી મોટાભાગના લોકોની હઠ અને કુફ્રને વધારશે, એટલા માટે તમે કાફિરો પર અફસોસ ન કરો.''


તફસીર(સમજુતી):-


આ હિદાયત અને ભટકાવ તે નિયમાનુસાર છે જે અલ્લાહ તઆલાનો કાનૂન છે એટલે કે જેવી રીતે કેટલાક કામો અને વસ્તુઓને કારણે ઈમાન, નેક કામ અને નફાવાળા ઈલ્મમા વધારો થાય છે


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92