સુરહ અલ્ માઈદહ 105,106

 PART:-385


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

          વસીયતની અહમીયત

            અને તેના અહકામ              

 

=======================        

     

            પારા નંબર:- 07

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 105,106


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا عَلَيۡكُمۡ اَنۡفُسَكُمۡ‌ۚ لَا يَضُرُّكُمۡ مَّنۡ ضَلَّ اِذَا اهۡتَدَيۡتُمۡ‌ ؕ اِلَى اللّٰهِ مَرۡجِعُكُمۡ جَمِيۡعًا فَيُـنَـبِّـئُكُمۡ بِمَا كُنۡتُمۡ تَعۡمَلُوۡنَ(105)


(105). અય ઈમાનવાળાઓ! પોતાની ફિકર કરો, જયારે તમે સાચા રસ્તા પર ચાલી રહ્યા છો તો જે વ્યક્તિ ભટકી જાય તેનાથી તમારૂ કોઈ નુકસાન નથી, અલ્લાહ તરફ જ તમારા બધાએ પાછા ફરવાનું છે, પછી તે તમને બધાને બતાવી  દેશે જે કંઈ તમે કરતા હતા.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا شَهَادَةُ بَيۡنِكُمۡ اِذَا حَضَرَ اَحَدَكُمُ الۡمَوۡتُ حِيۡنَ الۡوَصِيَّةِ اثۡـنٰنِ ذَوَا عَدۡلٍ مِّنۡكُمۡ اَوۡ اٰخَرَانِ مِنۡ غَيۡـرِكُمۡ اِنۡ اَنۡـتُمۡ ضَرَبۡتُمۡ فِى الۡاَرۡضِ فَاَصَابَتۡكُمۡ مُّصِيۡبَةُ الۡمَوۡتِ‌ ؕ تَحۡبِسُوۡنَهُمَا مِنۡۢ بَعۡدِ الصَّلٰوةِ فَيُقۡسِمٰنِ بِاللّٰهِ اِنِ ارۡتَبۡتُمۡ لَا نَشۡتَرِىۡ بِهٖ ثَمَنًا وَّلَوۡ كَانَ ذَا قُرۡبٰى‌ ۙ وَلَا نَـكۡتُمُ شَهَادَةَ ۙ اللّٰهِ اِنَّاۤ اِذًا لَّمِنَ الۡاٰثِمِيۡنَ‏(106)


(106). અય ઈમાનવાળાઓ! જયારે તમારામાં કોઈના મૃત્યુનો સમય નજીક હોય તો વસીયતના સમયે તમારામાંથી બે આદિલ (ન્યાયી) વ્યક્તિએ ગવાહ રહેવું જોઈએ અથવા તમારા સિવાય બે બીજાએ જો તમે જમીન પર મુસાફરી કરી રહ્યા હોય અને તમારા પર મૃત્યુની મુસીબત આવી જાય, (શંકાની હાલતમાં) તમે બંને (ગવાહો)ને (જમાઅતની) નમાઝ પછી રોકશો પછી બંને અલ્લાહની કસમ લેશે કે, ‘‘અમે આ (ગવાહી)ના બદલે કોઈ કિંમત લેવા ઈચ્છતા નથી, ભલેને તેઓ નજીકના હોય અને અમે અલ્લાહની ગવાહી છુપાવી શકતા નથી, જો અમે આવું કરીશું તો અમે ગુનેહગારોમાં ગણાઈશું.”


તફસીર(સમજુતી):-


"તમારામાંથી હોય” નો મતલબ કેટલાકે એ લીધો છે કે મુસલમાનોમાંથી હોય, અને કેટલાકે કહ્યું કે (વસીયત કરવાવાળા)ની કોમનો હોય, એવી જ રીતે કે(اَوۡ اٰخَرَانِ مِنۡ غَيۡـرِكُمۡ) માં બંને મતલબ હશે એટલે કે(مِنۡ غَيۡـرِكُمۡ) થી મુરાદ મુસલમાન ન હોય (કિતાબવાળા હશે) અથવા વસીયત કરનારની કોમ સિવાય બીજી કોમથી.


એટલે કે મુસાફરીમાં એવી બીમારી થઈ જાય જેનાથી બચવાની આશા ન હોય, તો તે સફરમાં બે આદિલ ગવાહ બનાવીને જે વસીયત કરવા ચાહે કરી દે.


જો મરનારના વારસદારોને એવી શંકા થઈ જાય કે ગવાહોએ ખયાનત કરી અથવા ફેરબદલ કર્યું છે તો તે નમાઝ પછી લોકોની હાજરીમાં તેમનાથી કસમ લે અને તેઓ કસમ ખાઈને કહે કે અમે પોતાની કસમના બદલામાં દુનિયાનો કોઈ ફાયદો પ્રાપ્ત નથી કરી રહ્યા એટલે કે જૂઠી કસમ નથી ખાઈ રહ્યા.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92