સુરહ અલ્ માઈદહ 103,104

PART:-384


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

     સાચી અને સારી શરિઅતને છોડીને

    જુઠ્ઠી શરિઅત પાછળ લાગેલા લોકો                                          

   

=======================        

     

            પારા નંબર:- 07

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 103,104


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


مَا جَعَلَ اللّٰهُ مِنۡۢ بَحِيۡرَةٍ وَّلَا سَآئِبَةٍ وَّلَا وَصِيۡلَةٍ وَّلَا حَامٍ‌ ۙ وَّلٰـكِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا يَفۡتَرُوۡنَ عَلَى اللّٰهِ الۡـكَذِبَ‌ ؕ وَاَكۡثَرُهُمۡ لَا يَعۡقِلُوۡنَ(103)


(103). અલ્લાહે હુકમ નથી આપ્યો બહીરાનો, ન સાએબાનો, ન વસીલાનો, ન હામનો, પરંતુ કાફિરો અલ્લાહ પર જૂઠો આરોપ લગાવે છે અને તેમનામાં વધારે પડતા અકલ નથી ધરાવતા.


તફસીર(સમજુતી):-


આ તે જાનવરના પ્રકારો છે જેને અરબવાસીઓ પોતાની મૂર્તિઓના નામ પર આઝાદ કરતા હતા, 


હજરત સઈદ બિન મુસેબના કથન મુજબ સહીહ બુખારીમાં તેની તફસીર (છણાવટ) નીચે મુજબ સંકલિત કરવામાં આવી છે.


બહીરા:- તે જાનવર છે જેનું દૂધ દોહવાનું છોડી દેવામાં આવતુ અને કહેવામાં આવતુ કે આ મૂર્તિઓના માટે છે એટલા માટે કોઈ પણ માણસ તેના થનો (આંચળો)ને હાથ ન લગાવતો.


સાએબા:- તે જાનવર જેમને તે મૂર્તિઓના નામ પર છોડી દેતા તેમની પર ન સવારી કરતા ન માલ લાદતા, જેવા કે છુટ્ટા સાંઢ .


વસીલા:- તે ઊંટણી જેનાથી સૌથી પહેલા માદા પેદા થતી અને પછી બીજીવાર પણ માદા પેદા થતી (એટલે કે એક માદા પછી બીજી માદા થઈ અને કોઈ નર પેદા ન થવાને કારણે વચ્ચે ભેદ ન થયો) તો આવી ઊંટણીઓને પણ મૂર્તિઓના નામ પર આઝાદ છોડી દેતા.


હામ:- તે નર ઊંટ છે જેના જરીએ તેની નસલથી ઘણા ઊંટ પેદા થઈ ચૂકયા હોય, તો તેને પણ મૂર્તિઓના નામ પર છોડી દેતા, તેનાથી પણ સવારી અને ભાર વહનનું કામ નહોતા લેતા અને હામી પશુ કહેતા.


☘☘☘☘☘☘☘☘☘☘☘


وَاِذَا قِيۡلَ لَهُمۡ تَعَالَوۡا اِلٰى مَاۤ اَنۡزَلَ اللّٰهُ وَاِلَى الرَّسُوۡلِ قَالُوۡا حَسۡبُنَا مَا وَجَدۡنَا عَلَيۡهِ اٰبَآءَنَا‌ ؕ اَوَلَوۡ كَانَ اٰبَآؤُهُمۡ لَا يَعۡلَمُوۡنَ شَيۡـئًـا وَّلَا يَهۡتَدُوۡنَ(104)


(104). અને જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેના (પવિત્ર કુરઆન) અને રસૂલ (મુહમ્મદﷺ) ના તરફ આવો તો તેઓએ કહ્યું કે જે (રીત) પર અમે અમારા બાપદાદાઓને જોયા છે તે અમને પૂરતી છે, ભલે ને તેમના બાપદાદા કશુ જાણતા ન હોય અને સાચા રસ્તા પર ન હોય.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92