સુરહ અલ્ માઈદહ 101,102

 PART:-383


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

        આદેશ લાગું થયા પછી

              સવાલ ન કરો                               

   

=======================        

     

            પારા નંબર:- 07

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 101,102


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَسۡــئَلُوۡا عَنۡ اَشۡيَآءَ اِنۡ تُبۡدَ لَـكُمۡ تَسُؤۡكُمۡ‌ۚ وَاِنۡ تَسۡـئَـلُوۡا عَنۡهَا حِيۡنَ يُنَزَّلُ الۡقُرۡاٰنُ تُبۡدَ لَـكُمۡ ؕ عَفَا اللّٰهُ عَنۡهَا‌ ؕ وَاللّٰهُ غَفُوۡرٌ حَلِيۡمٌ (101) 


(101). અય ઈમાનવાળાઓ! એવા વિષયમાં ન પુછો કે જેને જાહેર કરી દેવામાં આવે તો તમને ખોટું લાગી જાય અને જો કુરઆન ઉતરતી વખતે પૂછશો તો તમારા ઉપર જાહેર કરી દેવામાં આવશે, જે થઈ ગયુ અલ્લાહે તેને માફ કરી દીધું અને અલ્લાહ માફ કરવાવાળો સહનશીલ છે.


તફસીર(સમજુતી):-


આ મનાઈનો હુકમ કુરઆનના ઉતરવાના સમયે હતો, નબી (ﷺ) પણ સહાબાને વધારે સવાલ કરવાથી રોકતા હતા. એક હદીસમાં આપ(ﷺ) એ ફરમાવ્યું “મુસલમાનોમાં સૌથી મોટો મુઝરીમ તે છે જેના સવાલ કરવાને કારણે કોઈ વસ્તુ હરામ થઈ જાય, જ્યારે કે તેના પહેલા તે હલાલ હતી.” (સહીહ બુખારી,સહીહ મુસ્લિમ)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


قَدۡ سَاَ لَهَا قَوۡمٌ مِّنۡ قَبۡلِكُمۡ ثُمَّ اَصۡبَحُوۡا بِهَا كٰفِرِيۡنَ(102)


(102). તમારા પહેલા કેટલાક લોકોએ આવા જ સવાલ કર્યા પછી તેના ઈન્કારી થઈ ગયા.


તફસીર(સમજુતી):-


નબી(ﷺ) ને ફરમાયા કે તમારા ઉપર હજ ફર્ઝ છે તો એક વ્યક્તિએ સવાલ પુછ્યો કે દર વર્ષે ફર્ઝ છે. આપ(ﷺ) ચુપ જ રહ્યા પરંતુ ફરી તેણે ત્રણ વખત આવો જ સવાલ કર્યો, પછી આપ(ﷺ) એ ફરમાવ્યું જો હું હા કહી દઉં તો દર વર્ષે ફર્ઝ થઈ જાત અને દર વર્ષે હજ કરવું તમારા માટે નામુમકીન છે. તમને જે વસ્તુઓ વિષે બતાવવામાં ન આવે તેવી વસ્તુઓ વિશે મને સવાલ ના કરજો કારણ કે તમારા પહેલાની ઉમ્મતોની બરબાદી નું કારણ તેઓ તેમના નબીઓને વારંવાર સવાલ કરતા રહેવાનું અને તેમના વિરુદ્ધ જવાનું હતું.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92