સુરહ અલ્ માઈદહ 107,108

 PART:-386 


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

               અલ્લાહથી ડરો

           જૂઠી કસમો ખાવાથી

             

=======================        

     

            પારા નંબર:- 07

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 107,108


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


فَاِنۡ عُثِرَ عَلٰٓى اَنَّهُمَا اسۡتَحَقَّاۤ اِثۡمًا فَاٰخَرٰنِ يَقُوۡمٰنِ مَقَامَهُمَا مِنَ الَّذِيۡنَ اسۡتَحَقَّ عَلَيۡهِمُ الۡاَوۡلَيٰنِ فَيُقۡسِمٰنِ بِاللّٰهِ لَشَهَادَتُنَاۤ اَحَقُّ مِنۡ شَهَادَتِهِمَا وَ مَا اعۡتَدَيۡنَاۤ‌ ‌ۖ اِنَّاۤ‌ اِذًا لَّمِنَ الظّٰلِمِيۡنَ(107)


(107). પછી જો ખબર પડી જાય કે તે બંને (ગવાહો) કોઈ ગુનાહને પાત્ર થયા છે. તો જેની ઉપર ગુનાહને પાત્ર થયા છે. એમનામાંથી બે નજીકના રિસ્તેદારો બંને(ગવાહો)ની જગ્યાએ ઊભા રહેશે અને અલ્લાહની કસમ લેશે કે અમારી ગવાહી આ બંનેની ગવાહી કરતા વધારે સાચી છે અને અમે હદથી વધી ગયા નથી, અમે આ હાલતમાં જાલિમોમાંથી હોઈશું.


તફસીર(સમજુતી):-


{કોઈ ગુનાહને પાત્ર થયા છે} એટલે કે જૂઠી કસમ ખાધી છે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


ذٰ لِكَ اَدۡنٰٓى اَنۡ يَّاۡتُوۡا بِالشَّهَادَةِ عَلٰى وَجۡهِهَاۤ اَوۡ يَخَافُوۡۤا اَنۡ تُرَدَّ اَيۡمَانٌۢ بَعۡدَ اَيۡمَانِهِمۡ‌ؕ وَاتَّقُوا اللّٰهَ وَاسۡمَعُوۡا‌ ؕ وَاللّٰهُ لَا يَهۡدِى الۡقَوۡمَ الۡفٰسِقِيۡنَ(108)


(108). આ સૌથી નજીકનો જરીઓ છે કે તે લોકો સાચી ગવાહી આપે અથવા તેમને એવો ડર હોય કે કસમોના પછી ફરી કસમ ઉલ્ટી પડી જશે અને અલ્લાહથી ડરો અને સાંભળી લો કે અલ્લાહ ફાસિકોને હિદાયત નથી આપતો.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92