સુરહ અલ્ માઈદહ 44

 PART:-357


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

         બધાં નબીઓનો એક જ ધર્મ

                    ઈસ્લામ   

                                  =======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 44


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


اِنَّاۤ اَنۡزَلۡنَا التَّوۡرٰٮةَ فِيۡهَا هُدًى وَّنُوۡرٌ‌ ۚ يَحۡكُمُ بِهَا النَّبِيُّوۡنَ الَّذِيۡنَ اَسۡلَمُوۡا لِلَّذِيۡنَ هَادُوۡا وَ الرَّبَّانِيُّوۡنَ وَالۡاَحۡبَارُ بِمَا اسۡتُحۡفِظُوۡا مِنۡ كِتٰبِ اللّٰهِ وَكَانُوۡا عَلَيۡهِ شُهَدَآءَ‌‌ ۚ فَلَا تَخۡشَوُا النَّاسَ وَاخۡشَوۡنِ وَلَا تَشۡتَرُوۡا بِاٰيٰتِىۡ ثَمَنًا قَلِيۡلًا‌ ؕ وَمَنۡ لَّمۡ يَحۡكُمۡ بِمَاۤ اَنۡزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الۡكٰفِرُوۡنَ(44)


(44). અમે તૌરાત ઉતારી છે જેમાં હિદાયત અને નૂર છે, યહૂદિઓમાં આ તૌરાતના જરીએ અલ્લાહને માનવાવાળા, અંબિયા (અ.સ.) અને અલ્લાહવાળાઓ અને આલિમો ફેંસલો કર્યા કરતા હતા, કેમકે તેમને અલ્લાહની આ કિતાબની સુરક્ષાનો હુકમ આપવામાં આવ્યો હતો  અને તેઓ તેના પર કબૂલ કરવાવાળા ગવાહ હતા, હવે તમને જોઈએ કે લોકોથી ના ડરો, બલ્કે મારાથી ડરો, મારી આયતોને થોડા-થોડા મૂલ્યો પર ન વેચો અને જે અલ્લાહની ઉતારેલી વહીના આધારે ફેંસલો ન કરે તે સંપૂર્ણ કાફિર છે.


તફસીર(સમજુતી):-


આ આયાતમાં શબ્દ (اَسۡلَمُوۡا) (અસલમૂ) આ નબીઓની શ્રેષ્ઠતાનું વર્ણન છે કે બધા નબી ઈસ્લામ ધર્મને માનવાવાળા હતા. જેની તરફ મુહંમ્મદ (ﷺ) દાવત આપી રહ્યા છે, એટલે કે બધા નબીઓનો ધર્મ એક જ રહ્યો છે, ઈસ્લામ જેની બુનિયાદ છે કે એક અલ્લાહની બંદગી અને તેની બંદગીમાં બીજા કોઈને સામેલ કરવામાં ન આવે, દરેક નબીએ સૌથી પહેલા અલ્લાહ અને તેની સાથે કોઈને પણ સામેલ કરવામાં ન આવે તેની દાવત આપી.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92