સુરહ અલ્ માઈદહ 42,43

 PART:-356 


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~

  

         યહુદીઓની ચાલબાજીઓ

     =======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 42,43


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


سَمّٰعُوۡنَ لِلۡكَذِبِ اَ كّٰلُوۡنَ لِلسُّحۡتِ‌ؕ فَاِنۡ جَآءُوۡكَ فَاحۡكُمۡ بَيۡنَهُمۡ اَوۡ اَعۡرِضۡ عَنۡهُمۡ‌ ۚ وَاِنۡ تُعۡرِضۡ عَنۡهُمۡ فَلَنۡ يَّضُرُّوۡكَ شَيۡـئًـا‌ ؕ وَاِنۡ حَكَمۡتَ فَاحۡكُمۡ بَيۡنَهُمۡ بِالۡقِسۡطِ‌ ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الۡمُقۡسِطِيۡنَ(42)


(42). આ લોકો કાન લગાવીને જૂઠ સાંભળવાવાળા' અને મન ભરીને હરામ ખાવાવાળા છે, જો તેઓ તમારા પાસે આવે તો તમને હક છે કે તમે ચાહો તો તેમની વચ્ચે ફેંસલો કરી દો ચાહો તો ન કરો, જો તમે તેમનાથી મોઢું ફેરવી પણ લેશો તો પણ તેઓ તમને કોઈ નુકસાન નથી પહોંચાડી શકતા, અને જો તમે ફેંસલો કરો તો તેમનામાં ન્યાયની સાથે ફેંસલો કરો, બેશક ન્યાય કરવાવાળાઓની સાથે અલ્લાહ (તઆલા) મોહબ્બત રાખે છે.


તફસીર(સમજુતી):-


શબ્દ(سَمّٰعُوۡنَ) નો મતલબ છે “ઘણો સાંભળનાર’’ તેના બે અર્થ હોઈ શકે છે. રહસ્ય જાણવા માટે ઘણું વધારે સાંભળવું અથવા બીજાની વાતો જાણવા માટે વધારે સાંભળવું, કેટલાક રાવિઓએ પ્રથમ અર્થ લીધો છે તો કેટલાકે બીજો .


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَكَيۡفَ يُحَكِّمُوۡنَكَ وَعِنۡدَهُمُ التَّوۡرٰٮةُ فِيۡهَا حُكۡمُ اللّٰهِ ثُمَّ يَتَوَلَّوۡنَ مِنۡۢ بَعۡدِ ذٰلِكَ‌ ؕ وَمَاۤ اُولٰٓئِكَ بِالۡمُؤۡمِنِيۡنَ(43)


(43). અને (આશ્ચર્યની વાત છે કે) તેઓ કેવી રીતે પોતાના પાસે તૌરાત હોવા છતા, જેમાં અલ્લાહનો હુકમ છે તમને ફેંસલો કરવાવાળા બનાવે છે, ત્યારબાદ પછી પણ તેઓ ફરી જાય છે, હકીકતમાં તેઓ ઈમાનવાળા નથી.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92