સુરહ અલ્ માઈદહ 37,38

 PART:-353


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

       ચોરી અને તેના સંબંધિત અહકામ

                                  =======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 37,38


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘☘


يُرِيۡدُوۡنَ اَنۡ يَّخۡرُجُوۡا مِنَ النَّارِ وَمَا هُمۡ بِخَارِجِيۡنَ مِنۡهَا‌ وَلَهُمۡ عَذَابٌ مُّقِيۡمٌ(37)


(37). તેઓ ચાહશે કે જહન્નમમાંથી નીકળી જાય, પરંતુ તેઓ કદી પણ તેમાંથી નહિ નીકળી શકે, તેમના માટે તો હંમેશા અઝાબ છે.


તફસીર(સમજુતી):-


આ આયત કાફિરો માટે છે, કારણ કે ઈમાનવાળાઓને સજા આપવા છતાં પણ જહન્નમમાંથી કાઢી લેવામાં આવશે જેવું કે હદીસથી તેની પુષ્ટિ થાય છે.


☘☘☘☘☘☘☘☘☘☘☘


وَالسَّارِقُ وَالسَّارِقَةُ فَاقۡطَعُوۡۤا اَيۡدِيَهُمَا جَزَآءًۢ بِمَا كَسَبَا نَـكَالًا مِّنَ اللّٰهِ ؕ وَاللّٰهُ عَزِيۡزٌ حَكِيۡمٌ(38)


(38). ચોર ભલે સ્ત્રી હોય કે પુરૂષ, બંનેના હાથ કાપી નાખો, આ તેમના કરતૂતનો બદલો અને અલ્લાહ તરફથી સજા છે, અને અલ્લાહ (તઆલા) તાકાતવાળો અને હિકમતવાળો છે.


તફસીર(સમજુતી):-


કેટલાક આલિમોના મત અનુસાર ચોરીનો આ હુકમ સામાન્ય છે, ચોરી થોડી વસ્તુની હોય અથવા વધારે વસ્તુની, તે જ રીતે તે સલામત સ્થળે રાખેલ હોય કે અસલામત સ્થળે, દરેક સ્થિતિમાં ચોરીની સજા આપવામાં આવશે, જ્યારે કે બીજા આલિમોથી નજદીક તેના માટે સલામતી અને માત્રા નિર્ધારીત કરવી જરૂરી છે, પછી સંખ્યાના નિર્ધારણમાં મતભેદ છે. હદીસના આલિમોની નજદીક ઓછામાં ઓછી સંખ્યા ચોથાઈ દિનાર અથવા ત્રણ દિરહમ અથવા તેની કિંમત બરાબર કોઈ વસ્તુ હોય, આનાથી ઓછી ચોરી પર હાથ કાપવામાં નહિ આવે, એ જ રીતે હાથને કાંડાથી કાપવામાં આવશે, કોણી અથવા ખભાથી નહિ જેવો કે કેટલાકનો ખ્યાલ છે (વિસ્તૃત જાણકારી માટે હદીસ, ફિકહ અને તફસીરની કિતાબો વાંચો.)


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92