સુરહ અલ્ માઈદહ 33,34

 PART:-351


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

        ફસાદીઓને સખત સજા

      અને માંફી માંગે તેને માફ કરો  

                       =======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 33,34


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘☘


اِنَّمَا جَزٰٓؤُا الَّذِيۡنَ يُحَارِبُوۡنَ اللّٰهَ وَرَسُوۡلَهٗ وَيَسۡعَوۡنَ فِى الۡاَرۡضِ فَسَادًا اَنۡ يُّقَتَّلُوۡۤا اَوۡ يُصَلَّبُوۡۤا اَوۡ تُقَطَّعَ اَيۡدِيۡهِمۡ وَاَرۡجُلُهُمۡ مِّنۡ خِلَافٍ اَوۡ يُنۡفَوۡا مِنَ الۡاَرۡضِ‌ؕ ذٰ لِكَ لَهُمۡ خِزۡىٌ فِى الدُّنۡيَا‌ وَ لَهُمۡ فِى الۡاٰخِرَةِ عَذَابٌ عَظِيۡمٌ(33)


(33). જેઓ અલ્લાહ (તઆલા)થી અને તેના રસૂલથી લડે અને ધરતી પર ફસાદ કરે તેમની સજા એ જ છે કે તેમને મારી નાખવામાં આવે અથવા ફાંસી પર ચઢાવી દેવામાં આવે અથવા ઉલટી દિશા તરફથી તેમના હાથ પગ કાપી

નાખવામાં આવે, અથવા તેમને દેશનિકાલ કરવામાં આવે, આ તો થયું તેમનું દુનિયાનું અપમાન અને બેઈજ્જતી અને આખિરતમાં તેમના માટે સખત સજા છે.


તફસીર(સમજુતી):-


આ આયતનું નાઝિલ  થવામાં તે બાબત છે કે ઉકલ અને ઓરૈનહ કબીલાના કેટલાક લોકો મુસલમાન થઈને મદીના આવ્યા તેમને મદીનાની આબોહવા રાસ ન આવી તો નબી(ﷺ) એ મદીનાથી બહાર જ્યાં સદકા ના ઉંટ હતા ત્યાં મોકલી દીધા અને કહ્યું ઉંટ નું દુધ અને પેશાબ પીઓ અલ્લાહ તઆલા સિફા આપી દેશે, પછી થોડાક દિવસોમાં તેઓ તંદુરસ્ત થઈ ગયા.

 અને પછી તેઓએ ઉંટો ના રખેવાળો અને ચરવાહાઓને કતલ કરીને ઉંટ ને ચોરી કરીને ત્યાં થી ભાગી ગયા. જ્યારે નબી(ﷺ) ને આ વિષે ખબર પડી તો તેમણે એમની પાછળ માણસો દોડાવ્યા જેઓ તેમને ઉંટો સાથે પકડીને લઈ આવ્યા પછી નબી(ﷺ) એ હુકમ આપ્યો કે તેમનાં હાથ પગ કાપી નાખો અને તેમની આંખો માં ગરમ સળીયા નાખો, કારણ કે ચરવાહાઓ અને રખેવાળાઓ સાથે તેમણે આવું જ કર્યું હતું અને નબી(ﷺ) સાથે લડાઈ પણ કરી હતી.


☘☘☘☘☘☘☘☘☘☘☘


اِلَّا الَّذِيۡنَ تَابُوۡا مِنۡ قَبۡلِ اَنۡ تَقۡدِرُوۡا عَلَيۡهِمۡ‌ۚ فَاعۡلَمُوۡۤا اَنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ(34)


(34). પરંતુ જો પોતાની ઉપર તમારો કાબૂ મેળવતા પહેલા માફી માંગી લે, તો બેશક અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો ધણો મહેરબાન અને દયાળુ છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92