સુરહ અલ્ માઈદહ 27,28

PART:-348

           ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~
 
      રુ-એ-જમીન પર પહેલું કતલ
                                    =======================       
   
            પારા નંબર:- 06
            (5)સુરહ અલ્ માઈદહ
            આયત નં.:- 27,28

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاتۡلُ عَلَيۡهِمۡ نَبَاَ ابۡنَىۡ اٰدَمَ بِالۡحَـقِّ‌ۘ اِذۡ قَرَّبَا قُرۡبَانًا فَتُقُبِّلَ مِنۡ اَحَدِهِمَا وَلَمۡ يُتَقَبَّلۡ مِنَ الۡاٰخَرِؕ قَالَ لَاَقۡتُلَـنَّكَ‌ؕ قَالَ اِنَّمَا يَتَقَبَّلُ اللّٰهُ مِنَ الۡمُتَّقِيۡنَ(27)

(27). અને આદમના બે પુત્રોનો કિસ્સો તેમને પઢીને સંભળાવી દો' જયારે કે બંનેએ એક-એક કુરબાની ભેટ આપી તો એકની કબૂલ કરવામાં આવી અને બીજાની કબૂલ કરવામાં ન આવી તો તેણે કહ્યું કે, ‘હું તને જરૂર મારી નાખીશ.’ તો તેણે કહ્યું કે, “અલ્લાહ પરહેઝગારોથી જ કબૂલ કરે છે.”

તફસીર(સમજુતી):-

આદમના બે પુત્રોના નામ હાબીલ અને કાબીલ હતા.

આ કુરબાની શા માટે પેશ કરવામાં આવી ? તેના બારામાં કોઈ સાચુ કથન નથી, પરંતુ એ જરૂર મશહુર છે કે આદમ (અ.સ) ના બે પુત્રોએ અલ્લાહ માટે કુરબાની કરી, એકની કબૂલ થઈ બીજાની નહિ, એટલા માટે બીજો
ઈર્ષાનો શિકાર થઈ ગયો અને પોતાના ભાઈને મારી નાખ્યો.

☘☘☘☘☘☘☘☘☘☘☘

لَئِنۡۢ بَسَطْتَّ اِلَىَّ يَدَكَ لِتَقۡتُلَنِىۡ مَاۤ اَنَا بِبَاسِطٍ يَّدِىَ اِلَيۡكَ لِاَقۡتُلَكَ‌ ۚ اِنِّىۡۤ اَخَافُ اللّٰهَ رَبَّ الۡعٰلَمِيۡنَ‏(28)

(28). જો તું મને કતલ કરવા માટે હાથ ઉપાડીશ તો હું તને કતલ કરવા માટે હાથ નથી ઉપાડી શકતો, અલ્લાહ સમગ્ર સૃષ્ટિના રબથી ડરુ છું.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92