સુરહ અલ્ માઈદહ 25,26

PART:-347

           ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~
 
         તીહના મેદાનમાં અલ્લાહે
                 કરેલ ચમત્કારો
                                         =======================       
   
            પારા નંબર:- 06
            (5)સુરહ અલ્ માઈદહ
            આયત નં.:- 25,26

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

قَالَ رَبِّ اِنِّىۡ لَاۤ اَمۡلِكُ اِلَّا نَفۡسِىۡ وَاَخِىۡ‌ فَافۡرُقۡ بَيۡنَـنَا وَبَيۡنَ الۡـقَوۡمِ الۡفٰسِقِيۡنَ‏(25)

(25). તેણે (મૂસા) એ કહ્યું, “મારા રબ! હું ફક્ત મારા પર અને મારા ભાઈ (હારૂન) પર હક રાખુ છું એટલા માટે અમારા અને ફાસિકોના વચ્ચે જુદાઈ કરી દે.”

તફસીર(સમજુતી):-

તેમાં ફાસિક કોમની સામે પોતાની મજબૂરીને જાહેર કરવું પણ છે અને તેમનાથી અલગ થવાનું એલાન પણ.

☘☘☘☘☘☘☘☘☘☘☘

قَالَ فَاِنَّهَا مُحَرَّمَةٌ عَلَيۡهِمۡ‌ اَرۡبَعِيۡنَ سَنَةً‌‌  ۚ يَتِيۡهُوۡنَ فِى الۡاَرۡضِ‌ ؕ فَلَا تَاۡسَ عَلَى الۡقَوۡمِ الۡفٰسِقِيۡنَ(26)

(26). (અલ્લાહે) કહ્યું, “આ ચાલીસ વર્ષ સુધી તેમના પર હરામ છે,તેઓ ધરતી પર ભટકતા ફરશે, એટલા માટે તમે (મૂસા) ફાસિકો પર અફસોસ ન કરો.”

તફસીર(સમજુતી):-

આ તીહનું મેદાન કહેવાય છે, જેમાં ચાલીસ વર્ષ આ લોકો પોતે કરેલ નાફરમાનીઓ અને જિહાદથી ઈન્કાર કરવાને કારણે ફરતા રહ્યા, પછી પણ આ મેદાનમાં અલ્લાહે તેમને ખાવા માટે મન્ન અને સલ્વા ઉતાર્યા, જેનાથી ઉકતાઈને પોતાના રસૂલથી કહ્યું કે રોજ એક જ પ્રકારના ભોજનથી અમારૂ મન ભરાઈ ગયું છે એટલા માટે પોતાના રબથી દુઆ કરો કે જુદા જુદા પ્રકારની વનસ્પતિ અને કઠોળ અમારા માટે ઉગાવે, અહીં વાદળોએ તેમના પર છાંયડો કર્યો, પથ્થર પર લાઠી મારવાથી બાર જાતિઓ માટે બાર ઝરણાં ફૂટી નીકળ્યા, એવા બીજા
ચમત્કારો પણ થતા રહ્યા, ચાલીસ વર્ષ પછી એવી સ્થિતિ પેદા કરવામાં આવી કે તેઓ બયતુલ મુકદ્દસમાં દાખલ થયા.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92