સુરહ અલ્ માઈદહ 23,24

PART:-346

           ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~
 
      બની-ઈસરાઈલ ની નાફરમાની
                                         =======================       
   
            પારા નંબર:- 06
            (5)સુરહ અલ્ માઈદહ
            આયત નં.:- 23,24


=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

قَالَ رَجُلٰنِ مِنَ الَّذِيۡنَ يَخَافُوۡنَ اَنۡعَمَ اللّٰهُ عَلَيۡهِمَا ادۡخُلُوۡا عَلَيۡهِمُ الۡبَابَ‌ۚ فَاِذَا دَخَلۡتُمُوۡهُ فَاِنَّكُمۡ غٰلِبُوۡنَ‌  ؕوَعَلَى اللّٰهِ فَتَوَكَّلُوۡۤا اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ(23)

(23). પરંતુ જેઓ અલ્લાહથી ડરી રહ્યા હતા તેમનામાંથી બે પુરૂષોએ કહ્યું જેમના ઉપર અલ્લાહે ઈનઆમ કર્યુ કે તમે તેમના પર દરવાજાથી દાખલ થઈ જાઓ, જ્યારે
દાખલ થઈ જશો તો તમે જ પ્રભાવી રહેશો અને જો ઈમાન રાખતા હોવ તો અલ્લાહ પર જ ભરોસો રાખો.

તફસીર(સમજુતી):-

હજરત મૂસાની કોમમાં ફક્ત આ જ બે વ્યક્તિ નીકળ્યા જેમણે અલ્લાહ તઆલા તરફથી મદદ પર યકીન હતુ, તેઓએ કોમને સમજાવી કે તમે હિમ્મત તો કરો, પછી જુઓ અલ્લાહ તઆલા તમને કેવી રીતે કામયાબી આપે છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

قَالُوۡا يٰمُوۡسٰٓى اِنَّا لَنۡ نَّدۡخُلَهَاۤ اَبَدًا مَّا دَامُوۡا فِيۡهَا‌ فَاذۡهَبۡ اَنۡتَ وَرَبُّكَ فَقَاتِلَاۤ اِنَّا هٰهُنَا قَاعِدُوۡنَ(24)

(24). તેમણે કહ્યું કે, “હે મૂસા! અમે કદી પણ ત્યાં જઈશું નહિ જયાં સુધી તેઓ તેમાં રહેશે, એટલા માટે તમે અને તમારો રબ બંને જઈને લડો અમે અહીંયા બેસ્યા છીએ.''

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92