સુરહ અલ્ માઈદહ 21,22

PART:-345

           ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~
 
        બની-ઈસરાઈલ ની નાફરમાની
                                         =======================       
   
            પારા નંબર:- 06
            (5)સુરહ અલ્ માઈદહ
            આયત નં.:- 21,22

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰقَوۡمِ ادۡخُلُوا الۡاَرۡضَ الۡمُقَدَّسَةَ الَّتِىۡ كَتَبَ اللّٰهُ لَـكُمۡ وَلَا تَرۡتَدُّوۡا عَلٰٓى اَدۡبَارِكُمۡ فَتَـنۡقَلِبُوۡا خٰسِرِيۡنَ(21)

(21). મારી કોમવાળાઓ! તે પવિત્ર ધરતીમાં દાખલ થાઓ, જેને અલ્લાહ (તઆલા)એ તમારા નામે લખી દીધી છે, અને પોતાની પીઠ ન દેખાડો કે નુકસાનમાં પડી જશો.

તફસીર(સમજુતી):-

તેનાથી આશય વિજય છે, જેનો વાયદો અલ્લાહે જિહાદના સ્વરૂપમાં તેમનાથી કરી રાખ્યો હતો.

એટલે કે જિહાદથી મોઢું ન ફેરવો.

☘☘☘☘☘☘☘☘☘☘☘

قَالُوۡا يٰمُوۡسٰٓى اِنَّ فِيۡهَا قَوۡمًا جَبَّارِيۡنَ ‌ۖ وَاِنَّا لَنۡ نَّدۡخُلَهَا حَتّٰى يَخۡرُجُوۡا مِنۡهَا‌ ۚ فَاِنۡ يَّخۡرُجُوۡا مِنۡهَا فَاِنَّا دٰخِلُوْنَ(22)

(22). તેમણે જવાબ આપ્યો, “હે મૂસા! ત્યાં તો શક્તિશાળી લડાકુ કોમ છે અને જ્યાં સુધી તેઓ ત્યાંથી નીકળી ન જાય, અમે તો કદી પણ નહિ જઈએ, જો તેઓ ત્યાંથી નીકળી જાય
તો અમે (ખુશીથી) ત્યાં જતા રહીશું.”

તફસીર(સમજુતી):-

હજરત યાકુબ (અ.સ.) ના જમાનામાં બૈતુલ મુકદ્દસ છોડીને બની ઈસરાઈલ યુસુફ (અ.સ.) ની પાછળ મિસ્ર જઈને વસવાટ કર્યો

પછી અમાલિકા કૌમે બૈતુલ મુકદ્દસ પર કબ્જો જમાવી લીધો જ્યારે મુસા(અ.સ) ફીરૌન થી આઝાદ કરીને પાછા બૈતુલ મુકદ્દસ પર વસવાટ કરવા લાવ્યા તો તેમણે અમાલિકા કૌમ સાથે જીહાદ કરવાની ના પાડી દીધી.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92