સુરહ અલ્ માઈદહ 19,20

PART:-344

           ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~
 
   આપ(ﷺ) નબી‌ બનીને આવ્યા પછી કોઈ
               બહાનું રહેતું નથી
                                         =======================       
   
            પારા નંબર:- 06
            (5)સુરહ અલ્ માઈદહ
            આયત નં.:- 19,20

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَهۡلَ الۡـكِتٰبِ قَدۡ جَآءَكُمۡ رَسُوۡلُـنَا يُبَيِّنُ لَـكُمۡ عَلٰى فَتۡرَةٍ مِّنَ الرُّسُلِ اَنۡ تَقُوۡلُوۡا مَا جَآءَنَا مِنۡۢ بَشِيۡرٍ وَّلَا نَذِيۡرٍ‌ فَقَدۡ جَآءَكُمۡ بَشِيۡرٌ وَّنَذِيۡرٌ‌ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(19)

(19). અય ક્તિાબવાળાઓ! રસૂલોના આવવામાં એક થોડા વિલંબ પછી અમારા રસૂલ (મુહમંદ(ﷺ)) આવી ચૂક્યા છે જે
તમારા માટે (ધર્મ વિધાનો) વર્ણન કરી રહ્યા છે જેથી તમે એમ ન કહો કે અમારા પાસે કોઈ ખુશખબર આપવાવાળા અને ખબરદાર કરવાવાળા આવ્યા ન હતા, તો તમારા પાસે એક ખુશખબર આપવાવાળા અને ખબરદાર કરવાવાળા (અંતિમ રસૂલ) આવી ગયા છે,' બેશક અલ્લાહ દરેક વસ્તુ પર શક્તિમાન છે.

તફસીર(સમજુતી):-

હજરત ઈસા અને હજરત મુહંમદ રસૂલુલ્લાહ (ﷺ)ની વચ્ચે જે સમય છે તે લગભગ 570 વર્ષ છે. આ ફરક એક અવકાશ કહેવાય છે. કિતાબવાળાઓથી કહેવામાં આવે છે કે આ અવકાશ પછી અમે પોતાના અંતિમ રસૂલ(ﷺ) ને મોકલી દીધા છે હવે તમે એ પણ કહી શકો નહિ કે અમારી પાસે કોઈ ખુશખબર આપનાર અને ખબરદાર કરનાર પયગંબર જ નથી આવ્યા.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِذۡ قَالَ مُوۡسٰى لِقَوۡمِهٖ يٰقَوۡمِ اذۡكُرُوۡا نِعۡمَةَ اللّٰهِ عَلَيۡكُمۡ اِذۡ جَعَلَ فِيۡكُمۡ اَنۡۢـبِيَآءَ وَجَعَلَـكُمۡ مُّلُوۡكًا  ۖ وَّاٰتٰٮكُمۡ مَّا لَمۡ يُؤۡتِ اَحَدًا مِّنَ الۡعٰلَمِيۡنَ(20)

(20). અને યાદ કરો જ્યારે મૂસા (અ.સ.) એ પોતાની કોમથી કહ્યું, “હે મારી કોમના લોકો! અલ્લાહ (તઆલા)ના તે અહેસાન (ઉપકાર)ને યાદ કરો કે તેણે તમારામાંથી પયગંબર બનાવ્યા અને તમને રાજ્ય પ્રદાન કર્યું, અને તમને તે પ્રદાન કર્યું જે સમગ્ર દુનિયામાં કોઈને પ્રદાન કર્યું ન હતું.”

તફસીર(સમજુતી):-

વધારે પડતા નબી ઈસરાઈલની સંતાનમાંથી થયા જેનો સીલસીલો હજરત ઈસા પર પૂરો કરી દેવામાં આવ્યો અને પયગંબર મુહંમદ(ﷺ) ઈસ્માઈલની સંતાનમાંથી થયા. એ જ રીતે ઘણા બાદશાહ પણ ઈસરાઈલની સંતાનમાંથી થયા અને કેટલાક નબીઓને પણ અલ્લાહે રાજ્ય પ્રદાન કર્યું, જેમ કે હજરત સુલેમાન(અ.સ)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92