સુરહ અન્-નિસા 176

PART:-334
       
           ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~
 
          મીરાસ ના કેટલાક મસાઈલ

("મીરાસ" એટલે મરનાર વ્યક્તિનો છોડેલો માલ જે તેના તરફથી તેના હકદાર ને અપાય છે)
                                   =======================       
   
            પારા નંબર:- 06
            (4)સુરહ અન્-નિસા
            આયત નં.:-176

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يَسۡتَفۡتُوۡنَكَ ؕ قُلِ اللّٰهُ يُفۡتِيۡكُمۡ فِى الۡـكَلٰلَةِ‌ ؕ اِنِ امۡرُؤٌا هَلَكَ لَـيۡسَ لَهٗ وَلَدٌ وَّلَهٗۤ اُخۡتٌ فَلَهَا نِصۡفُ مَا تَرَكَ‌ ۚ وَهُوَ يَرِثُهَاۤ اِنۡ لَّمۡ يَكُنۡ لَّهَا وَلَدٌ‌  ؕ فَاِنۡ كَانَـتَا اثۡنَتَيۡنِ فَلَهُمَا الثُّلُثٰنِ مِمَّا تَرَكَ‌ ؕ وَاِنۡ كَانُوۡۤا اِخۡوَةً رِّجَالًا وَّنِسَآءً فَلِلذَّكَرِ مِثۡلُ حَظِّ الۡاُنۡثَيَيۡنِ‌ ؕ يُبَيِّنُ اللّٰهُ لَـكُمۡ اَنۡ تَضِلُّوۡا‌ ؕ وَاللّٰهُ بِكُلِّ شَىۡءٍ عَلِيۡمٌ(176)

(176). તેઓ તમારાથી પ્રશ્ન કરે છે, તમે કહી દો તમને અલ્લાહ (તઆલા) કલાલાના બારામાં નિર્દેશ કરે છે કે જો કોઈ પુરૂષનું મૃત્યુ થઈ જાય અને તેના વારસદારોમાં કોઈ સંતાન ન હોય અને તેની એક બહેન હોય તો તેના માટે છોડેલા
માલમાંથી અડધું છે, અને તે તેનો (બહેનોનો) વારસદાર છે જો તેને કોઈ સંતાન ન હોય, જો બે બહેનો હોય તો બંને માટે બે તૃતિયાંશ છે તેમાંથી જેને તે છોડીને ગયો અને જો ભાઈ-બહેન બંને હોય, પુરૂષ પણ અને સ્ત્રી પણ, તો પુરૂષ માટે બે સ્ત્રીઓના બરાબર (ભાગ) છે. અલ્લાહ તમારા માટે વર્ણન
કરી રહ્યો છે જેથી તમે ભટકી ન જાઓ અને અલ્લાહ બધું જ જાણવાવાળો છે.

તફસીર(સમજુતી):-

કલાલાના બારામાં પહેલા વર્ણન થઈ ચૂક્યું છે કે તે મરનારને કહે છે જેનો ન પિતા હોય ન પુત્ર.

આ હુકમ બે થી વધારે બહેનો માટે હશે, એટલે કે જો કલાલા માણસની બે અથવા બે થી વધારે બહેનો હશે તો તેમને કુલ માલમાંથી બે તૃતિયાંશ મળશે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92