સુરહ અલ્ માઈદહ 17,18

PART:-343

           ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~
 
   ઈસા અલૈહિસ્સલામ ને અલ્લાહ નો
                પુત્ર કહેવું કુફ્ર છે 
                                         =======================       
   
            પારા નંબર:- 06
            (5)સુરહ અલ્ માઈદહ
            આયત નં.:- 17,18

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

لَـقَدۡ كَفَرَ الَّذِيۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰهَ هُوَ الۡمَسِيۡحُ ابۡنُ مَرۡيَمَ‌ؕ قُلۡ فَمَنۡ يَّمۡلِكُ مِنَ اللّٰهِ شَيۡئًـــا اِنۡ اَرَادَ اَنۡ يُّهۡلِكَ الۡمَسِيۡحَ ابۡنَ مَرۡيَمَ وَاُمَّهٗ وَمَنۡ فِى الۡاَرۡضِ جَمِيۡعًا‌ ؕ وَلِلّٰهِ مُلۡكُ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ وَمَا بَيۡنَهُمَا‌ ؕ يَخۡلُقُ مَا يَشَآءُ‌ ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(17)

(17). બેશક તે લોકો કાફિર થઈ ગયા જેમણે કહ્યું કે મરયમનો પુત્ર મસીહ જ અલ્લાહ છે. કહી દો કે જો મરયમનો પુત્ર મસીહ અને તેની માતા અને દુનિયાના બધા લોકોને તે હલાક (નષ્ટ) કરવા ઈચ્છે તો કોણ છે જેનો અલ્લાહના સામે થોડો પણ અધિકાર હોય ? અને આકાશો અને ધરતી અને જે બંનેની વચ્ચે છે અલ્લાહનું
જ રાજ્ય છે અને અલ્લાહ દરેક વસ્તુ પર શક્તિમાન છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَقَالَتِ الۡيَهُوۡدُ وَالنَّصٰرٰى نَحۡنُ اَبۡنٰٓؤُا اللّٰهِ وَاَحِبَّآؤُهٗ‌ ؕ قُلۡ فَلِمَ يُعَذِّبُكُمۡ بِذُنُوۡبِكُمۡ‌ؕ بَلۡ اَنۡـتُمۡ بَشَرٌ مِّمَّنۡ خَلَقَ‌ ؕ يَغۡفِرُ لِمَنۡ يَّشَآءُ وَيُعَذِّبُ مَنۡ يَّشَآءُ‌ ؕ وَلِلّٰهِ مُلۡكُ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ وَمَا بَيۡنَهُمَا‌ وَاِلَيۡهِ الۡمَصِيۡرُ(18)

(18). અને યહૂદી અને ઈસાઈ કહે છે કે અમે અલ્લાહના પુત્રો અને દોસ્ત છીએ.' તમે કહી દો કે પછી અલ્લાહ(તઆલા) તમારા ગુનાહોને કારણે તમને કેમ સજા આપે છે? નહિ બલ્કે તમે તેની સૃષ્ટિમાં એક મનુષ્ય છો. તે જેને ઈચ્છે છે માફ કરે છે અને જેને ઈચ્છે છે સજા આપે
છે અને અલ્લાહ (તઆલા)ની માલિકી આકાશો અને ધરતી પર અને તેમની વચ્ચે જે કંઈ છે તે દરેક વસ્તુ પર છે અને તેના તરફ પાછા ફરવાનું છે.

તફસીર(સમજુતી):-

યહૂદિઓએ હજરત ઉજૈરને અને ઈસાઈઓએ હજરત ઈસાને અલ્લાહના પુત્ર કહ્યા અને પોતાને પણ અલ્લાહના પુત્ર અને તેના પ્યારા સમજવા લાગ્યા.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92