સુરહ અલ્ માઈદહ 15,16

PART:-342

           ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~

     મુહમ્મદ (ﷺ ) નું નબી બનીને આવવું
                                         =======================     
   
            પારા નંબર:- 06
            (5)સુરહ અલ્ માઈદહ
            આયત નં.:- 15,16

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَهۡلَ الۡكِتٰبِ قَدۡ جَآءَكُمۡ رَسُوۡلُـنَا يُبَيِّنُ لَـكُمۡ كَثِيۡرًا مِّمَّا كُنۡتُمۡ تُخۡفُوۡنَ مِنَ الۡكِتٰبِ وَيَعۡفُوۡا عَنۡ كَثِيۡرٍ‌  ؕ قَدۡ جَآءَكُمۡ مِّنَ اللّٰهِ نُوۡرٌ وَّكِتٰبٌ مُّبِيۡنٌ(15)

(15). અય કિતાબવાળાઓ! તમારી પાસે અમારા રસૂલ (મોહંમદ (ﷺ)) આવી ગયા છે એવી ઘણી વાતો બતાવી રહ્યા છે જે કિતાબ (તૌરાત અને ઈન્જલ)ની વાતો તમે છૂપાવી રહ્યા હતા અને ઘણી વાતોને છોડી રહ્યા હતા,
તમારા પાસે અલ્લાહ તરફથી નૂર અને સ્પષ્ટ કિતાબ(પવિત્ર કુરઆન) આવી ચૂકી છે.

તફસીર(સમજુતી):-

એટલે કે તેઓએ તૌરાત અને ઈન્જીલમાં જે બદલાવ અને ફેરફાર કર્યા તેને ઉજાગર કર્યા અને જેને છૂપાવતા હતા તેને જાહેર કર્યું. જેમ કે પથ્થરથી મારવાની સજા, જેવી કે હદીસમાં તેની વિસ્તૃત જાણકારી છે.

"નૂર અને સ્પષ્ટ કિતાબ'' બંનેથી આશય એક જ “કુરઆન કરીમ" છે. તેમની વચ્ચે અરબી શબ્દ “વાવ” તફસીર માટે છે પરંતુ બંનેથી આશય એક એટલે કે પવિત્ર કુરઆન જ છે. જેની સ્પષ્ટ દલીલ કુરઆન કરીમની આગળની આયત છે જેમાં કહેવામાં આવે છે. (و) “કે આના વડે અલ્લાહ તઆલા હિદાયત આપે છે.” જો નૂર અને કિતાબ બંને અલગ હોત તો વિધાન આ પ્રમાણે હોત, (يهدي به الله) “અલ્લાહ (તઆલા) આ બંને વડે
હિદાયત આપે છે.” પરંતુ એવું નથી એટલા માટે કુરઆન કરીમના આ શબ્દોથી સ્પષ્ટ થઈ ગયુ કે નૂર અને સ્પષ્ટ કિતાબ બંનેનો અર્થ એક જ એટલે કે કુરઆન કરીમ છે એવું નથી કે નૂરથી મતલબ નબી કરીમ (લ) અને સ્પષ્ટ કિતાબથી મતલબ કુરઆન કરીમ જેવું કે ઈસ્લામ ધર્મમાં નવી વાતો ઘડનારાઓએ ઘડી લીધી છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

يَّهۡدِىۡ بِهِ اللّٰهُ مَنِ اتَّبَعَ رِضۡوَانَهٗ سُبُلَ السَّلٰمِ وَيُخۡرِجُهُمۡ مِّنَ الظُّلُمٰتِ اِلَى النُّوۡرِ بِاِذۡنِهٖ وَيَهۡدِيۡهِمۡ اِلٰى صِرَاطٍ مُّسۡتَقِيۡمٍ(16)

(16). જેના વડે અલ્લાહ તેમને સલામતીનો રસ્તો દેખાડે છે જે તેનું ખુશીથી અનુસરણ કરે અને તેમને અંધકારમાંથી પોતાની રહમતથી પ્રકાશ તરફ લાવે છે અને તેમને સીધો રસ્તો દેખાડે છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92