સુરહ અલ્ માઈદહ 13,14

PART:-341

           ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~
 
      યહુદીઓ અને ઈસાઈઓ ની
                   ખયાનતો 
                                         =======================       
   
            પારા નંબર:- 06
            (5)સુરહ અલ્ માઈદહ
            આયત નં.:- 13,14

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَبِمَا نَقۡضِهِمۡ مِّيۡثَاقَهُمۡ لَعَنّٰهُمۡ وَجَعَلۡنَا قُلُوۡبَهُمۡ قٰسِيَةً‌ ۚ يُحَرِّفُوۡنَ الۡـكَلِمَ عَنۡ مَّوَاضِعِهٖ‌ۙ وَنَسُوۡا حَظًّا مِّمَّا ذُكِّرُوۡا بِهٖۚ وَلَا تَزَالُ تَطَّلِعُ عَلٰى خَآئِنَةٍ مِّنۡهُمۡ اِلَّا قَلِيۡلًا مِّنۡهُمۡ‌ فَاعۡفُ عَنۡهُمۡ وَاصۡفَحۡ‌ ؕ اِنَّ اللّٰهَ يُحِبُّ الۡمُحۡسِنِيۡنَ(13)

(13).પછી તેમના વચન તોડવાના કારણે અમે તેમના પર લા'નત કરી અને તેમના દિલ સખત કરી દીધા કે તેઓ શબ્દોને તેની જગ્યાએથી બદલી નાખે છે, અને જે કંઈ શીખામણ
તેમને આપવામાં આવી તેનો વધારે પડતો હિસ્સો ભૂલાવી બેઠા, તેમની એક ને એક ખયાનતની ખબર તમને મળતી જ રહેશે, પરંતુ થોડાક (લોકો) એવા પણ નથી, પછી પણ તેમને
માફ કરતા જાઓ અને માફ કરતા જાઓ, બેશક અલ્લાહ(તઆલા) અહેસાન કરવાવાળાઓને દોસ્ત રાખે છે.

તફસીર(સમજુતી):-

એટલે કે આટલી વ્યવસ્થા અને વચન પછી પણ ઈસરાઈલની સંતાને વચન ભંગ કર્યો, જેને કારણે તેઓ અલ્લાહના લા’નતી થયા, આ લા'નતનું દુનિયામાં પરિણામ એ આવ્યું કે તેમના દિલ સખત કરી દેવામાં આવ્યા જેનાથી તેમના દિલ પર અસર થવાથી વંચિત થઈ ગયા અને નબીઓના પ્રવચન અને તાલીમ તેમના માટે બેકાર થઈ ગઈ.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمِنَ الَّذِيۡنَ قَالُوۡۤا اِنَّا نَصٰرٰٓى اَخَذۡنَا مِيۡثَاقَهُمۡ فَنَسُوۡا حَظًّا مِّمَّا ذُكِّرُوۡا بِهٖ ۖ فَاَغۡرَيۡنَا بَيۡنَهُمُ الۡعَدَاوَةَ وَالۡبَغۡضَآءَ اِلٰى يَوۡمِ الۡقِيٰمَةِ‌ ؕ وَسَوۡفَ يُنَبِّئُهُمُ اللّٰهُ بِمَا كَانُوۡا يَصۡنَعُوۡنَ(14)

(14). અને જેઓ પોતે પોતાને ઈસાઈ કહે છે, અમે તેમનાથી (પણ) વચન લીધું હતું, તેમણે પણ તેનો વધારે પડતો હિસ્સો ભૂલાવી દીધો, જેની તેમને તાલીમ આપવામાં આવી હતી તો
અમે પણ તેમની વચ્ચે દુશ્મની અને નફરત નાખી દીધી જે ક્યામત સુધી રહેશે. અને જે કંઈ તેઓ કરે છે જલ્દીથી અલ્લાહ (તઆલા) તેમને બધુ બતાવી દેશે.

તફસીર(સમજુતી):-

આ અલ્લાહને આપેલ વચનના વિરુદ્ધ અમલ કરવાની સજા છે, જેઓ અલ્લાહ (તઆલા) તરફથી તેમની પર કયામત સુધી થોપી દીધી, એટલા માટે ઈસાઈઓના ઘણા બધા જૂથ છે જે એકબીજાથી નફરત અને ઈર્ષા રાખે છે.
એકબીજાને કાફિર કહે છે અને એકબીજાની ઈબાદતગાહોમાં ઈબાદત કરતા નથી, લાગે છે કે મુસલમાનો પર પણ આ સજા થોપી દીધી છે. આ કોમ પણ ઘણા જૂથોમાં વહેંચાઈ ગઈ છે, જેમની વચ્ચે ઘણો વધારે મતભેદ છે અને નફરત તથા ઈર્ષાની દિવાલ ઊભી છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92