સુરહ અલ્ માઈદહ 11,12

PART:-340

           ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~

         બની ઈસરાઈલથી વચન લીધું     
                                         =======================     
   
            પારા નંબર:- 06
            (5)સુરહ અલ્ માઈદહ
            આયત નં.:- 11,12

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوا اذۡكُرُوۡا نِعۡمَتَ اللّٰهِ عَلَيۡكُمۡ اِذۡ هَمَّ قَوۡمٌ اَنۡ يَّبۡسُطُوۡۤا اِلَيۡكُمۡ اَيۡدِيَهُمۡ فَكَفَّ اَيۡدِيَهُمۡ عَنۡكُمۡ‌ۚ وَاتَّقُوا اللّٰهَ‌ ؕ وَعَلَى اللّٰهِ فَلۡيَتَوَكَّلِ الۡمُؤۡمِنُوۡنَ(11)

(11). અય ઈમાનવાળાઓ! અલ્લાહ (તઆલા) એ જે તમારા પર અહેસાન કર્યા છે તેને યાદ કરો, જયારે કે એક કોમે તમારા પર જુલમ કરવા ચાહ્યું તો અલ્લાહ (તઆલા)એ તેમના હાથોને તમારા સુધી પહોંચવાથી રોકી લીધા, અને અલ્લાહ(તઆલા)થી ડરતા રહો અને ઈમાનવાળાઓએ અલ્લાહ(તઆલા) પર જ ભરોસો કરવો જોઈએ.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَقَدۡ اَخَذَ اللّٰهُ مِيۡثَاقَ بَنِىۡۤ اِسۡرآءِيۡلَ‌ۚ وَبَعَثۡنَا مِنۡهُمُ اثۡنَىۡ عَشَرَ نَقِيۡبًا‌ ؕ وَقَالَ اللّٰهُ اِنِّىۡ مَعَكُمۡ‌ؕ لَئِنۡ اَقَمۡتُمُ الصَّلٰوةَ وَاٰتَيۡتُمُ الزَّكٰوةَ وَاٰمَنۡتُمۡ بِرُسُلِىۡ وَعَزَّرۡتُمُوۡهُمۡ وَاَقۡرَضۡتُمُ اللّٰهَ قَرۡضًا حَسَنًا لَّاُكَفِّرَنَّ عَنۡكُمۡ سَيِّاٰتِكُمۡ وَلَاُدۡخِلَـنَّكُمۡ جَنّٰتٍ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُ‌ۚ فَمَنۡ كَفَرَ بَعۡدَ ذٰ لِكَ مِنۡكُمۡ فَقَدۡ ضَلَّ سَوَآءَ السَّبِيۡلِ(12)

(12).અને અલ્લાહે ઈસરાઈલની સંતાનથી વચન લીધું અને તેમનામાંથી બાર સરદારી અમે નક્કી કર્યા, ' અને અલ્લાહ (તઆલા)એ ફરમાવી દીધું, “હું બેશક તમારા સાથે છું, જો તમે નમાઝ કાયમ કરશો, અને ઝકાત આપતા રહેશો, અને મારા રસૂલોને માનતા રહેશો અને
તેમની મદદ કરતા રહેશો અને અલ્લાહને બહેતર કરજ આપતા રહેશો, તો બેશક હું તમારી બૂરાઈઓ તમારાથી દૂર કરીશ અને તમને તે જન્નતોમાં લઈ જઈશ જેની
નીચે નહેરો વહી રહી છે, હવે આ વચન પછી. પણ તમારામાંથી જે ઈન્કાર કરે તે બેશક સીધા માર્ગથી ભટકી ગયો."

તફસીર(સમજુતી):-

આ તે સમયનો કિસ્સો છે જયારે હજરત મૂસા જબાબરથી યુદ્ધ માટે તૈયાર થયા તો તેમણે પોતાની ઉમ્મત ના બાર જાતિઓના બાર સંરક્ષક નિયુક્ત કરી દીધા જેથી તેઓ તેમને યુદ્ધ માટે તૈયાર કરે, આગેવાની કરે અને બીજા
કામોની વ્યવસ્થા પણ કરે .

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92