સુરહ અલ્ માઈદહ 07,08,09,10

PART:-339

           ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~
 
          અલ્લાહની ને'મતનો શુક્ર           
                                         =======================       
   
            પારા નંબર:- 06
            (5)સુરહ અલ્ માઈદહ
            આયત નં.:- 07,08,09,10

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاذْکُرُوْ انِعْمَةَ اللهِ عَلَیْکُمْ وَمِیْثَاقَهُ الَّذِیْ وَاثَقَکُمْ بِهٖ  ۙ اِذْقُلْتُمْ سَمِعْنَا وَاَطَعْنَا وَاتَّقُوا اللهَ ؕ اِنَّ اللهَ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ(7)

(7).અને પોતાના ઉપર અલ્લાહની ને'મત અને તે વચનને યાદ કરો જેની તમારા સાથે સંધી થઈ, જ્યારે તમે કહ્યું કે, “અમે સાંભળ્યું અને માની લીધું” અને અલ્લાહ (તઆલા)થી ડરતા રહો, બેશક અલ્લાહ (તઆલા) દિલોની વાતોનો જાણકાર છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا كُوۡنُوۡا قَوَّا امِيۡنَ لِلّٰهِ شُهَدَآءَ بِالۡقِسۡطِ‌ ۖ وَلَا يَجۡرِمَنَّكُمۡ شَنَاٰنُ قَوۡمٍ عَلٰٓى اَ لَّا تَعۡدِلُوۡا‌ ؕ اِعۡدِلُوۡا هُوَ اَقۡرَبُ لِلتَّقۡوٰى‌ وَاتَّقُوا اللّٰهَ‌ ؕ اِنَّ اللّٰهَ خَبِيۡرٌۢ بِمَا تَعۡمَلُوۡنَ(8)

(8).અય ઈમાનવાળાઓ! અલ્લાહના માટે સત્ય પર મજબૂત, ન્યાય પર ગવાહ બની જાઓ, અને કોઈ કોમની દુશ્મની તમને ન્યાય ન કરવા પર તૈયાર ન કરે, ન્યાય કરો તે પરહેઝગારીથી ઘણું નજીક છે અને અલ્લાહથી ડરતા રહો, બેશક અલ્લાહ તમારા કાર્યોથી
બાખબર છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَعَدَ اللّٰهُ الَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ‌ ۙ لَهُمۡ مَّغۡفِرَةٌ وَّاَجۡرٌ عَظِيۡمٌ(9)

(9). જેમણે યકીન કર્યું અને નેક કામો કર્યા અલ્લાહે તેમને માફી અને મોટા બદલાનો વાયદો કર્યો છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَالَّذِيۡنَ كَفَرُوۡا وَكَذَّبُوۡا بِاٰيٰتِنَاۤ اُولٰٓئِكَ اَصۡحٰبُ الۡجَحِيۡمِ(10)

(10). અને જેમણે યકીન ન કર્યું અને અમારા હુકમોને જૂઠાડ્યા તેઓ જહન્નમી છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92