સુરહ અલ્ માઈદહ 06

PART:-338
          ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~
            વુજૂ અને તેના અહકામ                                              =======================         
            પારા નંબર:- 06
            (5)સુરહ અલ્ માઈદહ
            આયત નં.:- 06
=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اِذَا قُمۡتُمۡ اِلَى الصَّلٰوةِ فَاغۡسِلُوۡا وُجُوۡهَكُمۡ وَاَيۡدِيَكُمۡ اِلَى الۡمَرَافِقِ وَامۡسَحُوۡا بِرُءُوۡسِكُمۡ وَاَرۡجُلَكُمۡ اِلَى الۡـكَعۡبَيۡنِ‌ ؕ وَاِنۡ كُنۡتُمۡ جُنُبًا فَاطَّهَّرُوۡا‌ ؕ وَاِنۡ كُنۡتُمۡ مَّرۡضَىٰۤ اَوۡ عَلٰى سَفَرٍ اَوۡ جَآءَ اَحَدٌ مِّنۡكُمۡ مِّنَ الۡغَآئِطِ اَوۡ لٰمَسۡتُمُ النِّسَآءَ فَلَمۡ تَجِدُوۡا مَآءً فَتَيَمَّمُوۡا صَعِيۡدًا طَيِّبًا فَامۡسَحُوۡا بِوُجُوۡهِكُمۡ وَاَيۡدِيۡكُمۡ مِّنۡهُ‌ ؕ مَا يُرِيۡدُ اللّٰهُ لِيَجۡعَلَ عَلَيۡكُمۡ مِّنۡ حَرَجٍ وَّلٰـكِنۡ يُّرِيۡدُ لِيُطَهِّرَكُمۡ وَ لِيُتِمَّ نِعۡمَتَهٗ عَلَيۡكُمۡ لَعَلَّكُمۡ تَشۡكُرُوۡنَ‏(6)

(6).અય ઈમાનવાળાઓ! જ્યારે તમે નમાઝ માટે ઉઠો તો પોતાના ચહેરા અને કોણીઓ સુધી પોતાના હાથ ધોઈ લો, અને પોતાના માથાનો મસહ (બંને હાથ ભીના કરી માથા પર ફેરવવા) કરી લો અને પોતાના પગ ઘૂંટીઓ (ટખના) સુધી ધોઈ લો,અને જો તમે અપવિત્ર હોવ તો સ્નાન કરી લો,અને જો તમે બીમાર હોવ, અથવા મુસાફરીમાં હોવ અથવા તમારામાંથી કોઈ
શૌચાલયથી આવે અથવા તમે પત્નીને મળ્યા હોય અને પાણી ન મળે તો પવિત્ર માટીથી તયમ્મુમ કરી લો તેને પોતાના ચેહરા અને હાથો પર ફેરવી લો, અલ્લાહ તમારા પર તંગી ઈચ્છતો નથી, પરંતુ તમને પવિત્ર કરવા ઈચ્છે છે અને જેથી તમારા પર પોતાની ને'મત પરિપૂર્ણ કરે અને જેથી તમે શુક્રગુજાર (કૃતજ્ઞ) રહો.

તફસીર(સમજુતી):-

‘ચહેરો ધૂઓ' એટલે કે એક-એક, બે-બે અથવા ત્રણ-ત્રણ વખત બંને હાથ કલાઈઓ સુધી ધોવા, કુલ્લી કરવી, નાકમાં પાણી નાખી છીંક્યા પછી, જેવું કે હદીસથી સાબિત છે, ચહેરો ધોયા પછી હાથોને કોણીઓ સુધી ધોવામાં આવે.

મસહ (એટલે કે બંને હાથ ભીના કરી માથા પર ફેરવવા) પૂરા માથાનો કરવામાં આવે જેવું કે હદીસથી સાબિત છે. “પોતાના હાથ આગળથી પાછળ સુધી લઈ જાય અને ફરી પાછા ત્યાંથી આગળ લાવે જયાંથી શરૂ કર્યું હતું.” તેની સાથે કાનનો મસહ કરી લો, જો માથા પર પાઘડી હોય તો હદીસના હિસાબથી મોજાની જેમ તેની પર પણ મસહ કરવો જાઈઝ છે. (સહીહ મુસ્લિમ, કિતાબુલ તહારત) આ રીતે એક વખત મસહ કરી લેવો પૂરતો છે.

એટલે કે પોતાના પગ ઘૂંટી (ટખના) સુધી ધોઈ લો, અને જો મોજા ચઢેલા હોય તો (જ્યારે કે વુઝુની હાલતમાં પહેર્યા હોય) સહીહ હદીસ મુજબ પગ ધોવાને બદલે મોજા પર મસહ પણ
જાઈઝ છે.

અપવિત્રતાથી આશય તે અપવિત્રતા છે જે સ્વપ્નદોષ અથવા પત્નીથી સહશયનના કારણે થાય છે અને આ જ હુકમમાં માસિકસ્ત્રાવ અને પ્રસવરક્ત પણ છે, માસિકસ્ત્રાવ અને પ્રસવરક્ત રોકાઈ જાય તો પવિત્રતા માટે
સ્નાન કરવું અનિવાર્ય છે, પરંતુ પાણી ન મળવાની સ્થિતિમાં તયમ્મુમની છૂટ છે. (ફતહુલ કદીર અને એસરુત્તફાસીર)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92