સુરહ અલ્ માઈદહ 04,05

PART:-337

           ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~

               (1).હલાલ ચીઝે 
                                         =======================     
   
            પારા નંબર:- 06
            (5)સુરહ અલ્ માઈદહ
            આયત નં.:- 04,05

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يَسۡئَـــلُوۡنَكَ مَاذَاۤ اُحِلَّ لَهُمۡ‌ؕ قُلۡ اُحِلَّ لَـكُمُ الطَّيِّبٰتُ‌ ۙ وَمَا عَلَّمۡتُمۡ مِّنَ الۡجَـوَارِحِ مُكَلِّبِيۡنَ تُعَلِّمُوۡنَهُنَّ مِمَّا عَلَّمَكُمُ اللّٰهُ‌ فَكُلُوۡا مِمَّاۤ اَمۡسَكۡنَ عَلَيۡكُمۡ وَاذۡكُرُوا اسۡمَ اللّٰهِ عَلَيۡهِ‌ ۖ وَاتَّقُوا اللّٰهَ‌ ؕ اِنَّ اللّٰهَ سَرِيۡعُ الۡحِسَابِ(4)

(4). તેઓ તમારાથી પૂછે છે કે તેમના માટે શું (ખાવું) જાઈઝ છે તમે કહી દો કે તમારા માટે પવિત્ર વસ્તુઓ જાઈઝ છે, અને તે શિકારી જાનવર જે તમે પાળી રાખ્યા હોય જેમને કેટલીક વાતો શીખવો છો જે અલ્લાહે તમને
શીખવાડી, તો જો તમારા માટે તે (શિકાર)ને દબાવી રાખે અને તેને છોડતી વખતે અલ્લાહનું નામ તેના પર લો તો તેને (શિકારને) ખાઓ, અને અલ્લાહથી ડરો, બેશક અલ્લાહ જલ્દી હિસાબ લેવાવાળો છે

તફસીર(સમજુતી):-

આવા શીખવેલા જાનવરોનો શિકાર કરેલ જાનવર બે શરતો સાથે જાઈઝ છે એક એ કે તેને શિકાર પર છોડતી વખતે બિસ્મીલ્લાહ પઢી લેવામાં આવ્યું હોય, બીજી એ કે શિકારી જાનવર શિકાર કરી પોતાના માલિક માટે
રાખી મૂકે અને તેની રાહ જોવે, પોતે ન ખાય, ભલેને તેને મારી નાખ્યું હોય તો પણ તે મરી ગયેલ શિકાર કરેલ જાનવર જાઈઝ થશે, જ્યારે કે તેના શિકાર માટે શીખવેલ અને છોડેલા જાનવર સિવાય કોઈ બીજા જાનવરને
સામેલ કર્યું ન હોય (સહીહ બુખારી, કિતાબુજ્જવાહે-વ-સૈદે, મુસ્લિમ કિતાબુસ્સૈદે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلۡيَوۡمَ اُحِلَّ لَـكُمُ الطَّيِّبٰتُ‌ ؕ وَطَعَامُ الَّذِيۡنَ اُوۡتُوۡا الۡكِتٰبَ حِلٌّ لَّـکُمۡ ۖ وَطَعَامُكُمۡ حِلٌّ لَّهُمۡ‌ وَالۡمُحۡصَنٰتُ مِنَ الۡمُؤۡمِنٰتِ وَالۡمُحۡصَنٰتُ مِنَ الَّذِيۡنَ اُوۡتُوا الۡـكِتٰبَ مِنۡ قَبۡلِكُمۡ اِذَاۤ اٰتَيۡتُمُوۡهُنَّ اُجُوۡرَهُنَّ مُحۡصِنِيۡنَ غَيۡرَ مُسَافِحِيۡنَ وَلَا مُتَّخِذِىۡۤ اَخۡدَانٍ‌ؕ وَمَنۡ يَّكۡفُرۡ بِالۡاِيۡمَانِ فَقَدۡ حَبِطَ عَمَلُهٗ وَهُوَ فِى الۡاٰخِرَةِ مِنَ الۡخٰسِرِيۡنَ(5)

(5). આજે બધી પવિત્ર વસ્તુઓ તમારા માટે હલાલ કરી દેવામાં આવી અને કિતાબવાળાઓનો ખોરાક તમારા માટે હલાલ છે અને તમારો ખોરાક તેમના માટે જાઈઝ છે, અને પાક દામન મુસલમાન સ્ત્રીઓ અને જેમને તમારાથી પહેલા કિતાબ આપવામાં આવી તેમનામાંથી પાક દામન સ્ત્રીઓ જ્યારે તમે
તેમની મહેર આપી દો, નિકાહ કરીને બદકારી માટે નહિ અને ન ગુપ્ત પ્રેમી બનાવવા માટે, અને જે ઈમાનનો ઈન્કાર કરી દે તેનો કર્મ બેકાર થઈ ગયો, અને તે આખિરતમાં નુકસાનમાં રહેશે.

તફસીર(સમજુતી):-

કિતાબવાળાઓના તે ઝબેહ કરેલા જાનવર જાઈઝ થશે જેમાં લોહી વહી ગયુ હોય, એટલે કે તેમનો મશીન વડે ઝબેહ જાઈઝ નથી. કેમકે તેમાં લોહી વહેવડાવવું જરૂરી છે જે તેમાં જોવા મળતુ નથી.

કિતાબવાળાઓની સ્ત્રીઓ સાથે નિકાહની ઈજાજત સાથે એક તો પાક દામન જરૂરી છે જે આજકાલ વધારે પડતી કિતાબવાળાઓની સ્ત્રીઓમાં જોવા મળતુ નથી, બીજુ તેના પછી એવું કહેવામાં આવ્યું છે કે જે ઈમાનની સાથે
કુફ્ર કરે તેના અમલ બરબાદ થઈ ગયા. તેનાથી ચેતવણી આપવામાં આવે છે કે જો આવી સ્ત્રી સાથે નિકાહ કરવાથી ઈમાન બરબાદ થઈ જવાનો ડર હોય તો આ સોદો ઘણો નુકસાનકારક છે અને આજકાલ
કિતાબવાળાઓની સ્ત્રીઓ સાથે નિકાહ કરવામાં જે ઈમાનનો ખતરો છે તેને વર્ણન કરવાની જરૂરત નથી.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92