સુરહ અન્-નિસા 166,167,168

PART:-329
       
           ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~
 
         કુરઆન મજીદ અલ્લાહ નું
                    કલામ છે
                    =======================       
   
            પારા નંબર:- 06
            (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-166,167,168

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

لٰـكِنِ اللّٰهُ يَشۡهَدُ بِمَاۤ اَنۡزَلَ اِلَيۡكَ‌ اَنۡزَلَهٗ بِعِلۡمِهٖ‌ ۚ وَالۡمَلٰٓئِكَةُ يَشۡهَدُوۡنَ‌ ؕ وَكَفٰى بِاللّٰهِ شَهِيۡدًا(166)

(166).જે કંઈ તમારા તરફ ઉતાર્યું છે, તેના બારામાં અલ્લાહ (તઆલા) પોતે ગવાહી આપે છે કે તેને પોતાના ઈલ્મથી ઉતાર્યું છે, અને ફરિશ્તાઓ પણ ગવાહી આપે છે અને અલ્લાહ (તઆલા)ની ગવાહી પૂરતી છે.

તફસીર (સમજુતી):-

એટલે કે નબી(સ.અ.વ)ની રિસાલત અને તેમના પર જે નાઝિલ કરવામાં આવ્યું છે તેની ગવાહી અલ્લાહ ખુદ આપે છે, અને આપ (સ.અ.વ) પર જે ઈલ્મ (કુરઆન) નાઝિલ થયું છે તે ખાસ છે

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا وَ صَدُّوۡا عَنۡ سَبِيۡلِ اللّٰهِ قَدۡ ضَلُّوۡا ضَلٰلًاۢ بَعِيۡدًا(167)

(167).બેશક જેમણે કુફ્ર કર્યું અને અલ્લાહના માર્ગ (ધર્મ)થી રોક્યા તેઓ ઘણા દૂર ભટકી ગયા.

તફસીર(સમજુતી):-

આનાથી આશય યહુદી છે જેઓએ સૌથી પહેલા નબી(સ.અ.વ.) પર ઈમાન લાવવાનું હતું પરંતુ તેઓએ ઈન્કાર કર્યો અને અન્ય લોકોને પણ રોકતા હતાં

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا وَظَلَمُوۡا لَمۡ يَكُنِ اللّٰهُ لِيَـغۡفِرَ لَهُمۡ وَلَا لِيَـهۡدِيَهُمۡ طَرِيۡقًا(168)

(168).બેશક જેમણે કુફ્ર કર્યું અને જુલમ કર્યા, અલ્લાહ તેમને માફ નહિ કરે ન તેમને કોઈ માર્ગની હિદાયત કરશે.'

તફસીર (સમજુતી):-

કેમકે લગાતાર કુફ્ર અને જુલમ કરી તેઓએ પોતાના દિલોને કાળા કરી લીધી છે, જેનાથી તેમની હિદાયત અને નજાત(મોક્ષ) ની ઉમ્મીદ નું કોઈ કિરણ જોવાતું નથી.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92