સુરહ અન્-નિસા 144,145


PART:-319
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-144,145
       
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

        કાફિરોને દોસ્ત ન બનાવો

મુનાફિકોનો હસરત ભર્યો અન્જામ   
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَتَّخِذُوا الۡكٰفِرِيۡنَ اَوۡلِيَآءَ مِنۡ دُوۡنِ الۡمُؤۡمِنِيۡنَ‌ؕ اَ تُرِيۡدُوۡنَ اَنۡ تَجۡعَلُوۡا لِلّٰهِ عَلَيۡكُمۡ سُلۡطٰنًا مُّبِيۡنًا(144)

(144).અય ઈમાનવાળાઓ! ઈમાનવાળાઓને છોડીને કાફિરોને દોસ્ત ન બનાવો, શું તમે એવું ઈચ્છો છો કે પોતાની ઉપર અલ્લાહ (તઆલા)ની સ્પષ્ટ દલીલ કાયમ
કરી લો?

તફસીર (સમજુતી):-

એટલે કે અલ્લાહે કાફિરો સાથે દોસ્તી કરવાની ના પાડી છે છતાંય તમે દોસ્તી કરો તો અલ્લાહ તમને સજા આપે તેની દલીલ આપો છો.
☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ الۡمُنٰفِقِيۡنَ فِى الدَّرۡكِ الۡاَسۡفَلِ مِنَ النَّارِ‌ ۚ وَلَنۡ تَجِدَ لَهُمۡ نَصِيۡرًا(145)

(145).મુનાફિકો તો બેશક જહન્નમના સૌથી નીચલા ભાગમાં જશે. શકય નથી કે તમે તેમના કોઈ મદદગાર જુઓ.

તફસીર (સમજુતી):-

જહન્નમનો સૌથી નીચેનો ભાગ (હાવિયહ ) કહેવાય છે
મુનાફિકોના બયાનો,કાર્યો અને બૂરાઈઓથી બધા મુસલમાનોની અલ્લાહ તઆલા હિફાજત કરે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92