સુરહ અન્-નિસા 97,98

PART:-297
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-97,98
                    
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~
 
   એક સલાહ અને ચેતવણી
   
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ الَّذِيۡنَ تَوَفّٰٮهُمُ الۡمَلٰٓئِكَةُ ظَالِمِىۡۤ اَنۡفُسِهِمۡ قَالُوۡا فِيۡمَ كُنۡتُمۡ‌ؕ قَالُوۡا كُنَّا مُسۡتَضۡعَفِيۡنَ فِىۡ الۡاَرۡضِ‌ؕ قَالُوۡۤا اَلَمۡ تَكُنۡ اَرۡضُ اللّٰهِ وَاسِعَةً فَتُهَاجِرُوۡا فِيۡهَا‌ؕ فَاُولٰٓئِكَ مَاۡوٰٮهُمۡ جَهَـنَّمُ‌ؕ وَسَآءَتۡ مَصِيۡرًا(97)

97).જે લોકો પોતાના પર જુલમ કરવાવાળા છે, જ્યારે ફરિશ્તા તેમનો જીવ કાઢે છે તો કહે છે કે તમે કઈ હાલતમાં હતા? તેઓ કહે છે અમે ધરતીમાં કમજોર હતા, તો તેઓ સવાલ કરે છે કે શું અલ્લાહની ધરતી વિશાળ ન હતી કે તમે તેમાં હિજરત કરી જતા? આ લોકોનું ઠેકાણું જહન્નમ છે અને તે ખરાબ ઠેકાણું છે.

તફસીર(સમજુતી):-

અહીં “ધરતી”થી આશય આયતના ઉતરવાની શ્રેષ્ઠતાની બુનિયાદ પર મક્કા અને તેનો નજીકનો વિસ્તાર છે અને અલ્લાહની ધરતીથી આશય મદીના છે, પરંતુ હુકમના બુનિયાદ પર સામાન્ય ધરતી છે એટલે કે પહેલો મુકામ કાફિરોનો વિસ્તાર હશે. જયાં ઈસ્લામની તાલીમના હિસાબથી કામ કરવું મુશ્કેલ થઈ જાય. અને અલ્લાહની ધરતીથી આશય તે દરેક વિસ્તાર હશે જયાં માણસો અલ્લાહના ધર્મનું અનુસરણ કરવાના મકસદથી હિજરત કરીને જાય છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِلَّا الۡمُسۡتَضۡعَفِيۡنَ مِنَ الرِّجَالِ وَالنِّسَآءِ وَالۡوِلۡدَانِ لَا يَسۡتَطِيۡعُوۡنَ حِيۡلَةً وَّلَا يَهۡتَدُوۡنَ سَبِيۡلًا(98)

98).પરંતુ જે પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો મજબૂર છે જેઓ કોઈ રસ્તો નથી કરી શકતા અને ન રસ્તો જાણે છે.

તફસીર (સમજુતી):-

આ તે પુરૂષો, સ્ત્રીઓ અને બાળકોને આ હુકમથી અલગ કર્યા છે, જે સહાયતાથી વંચિત અને માર્ગથી અજાણ હતા. બાળકો ભલેને ધર્મના કાનૂનનું પાલન કરવા માટે મજબૂર નથી પરંતુ અહીંયા તેમનું વર્ણન કરી હિજરતની
શ્રેષ્ઠતા ને વધારે સ્પષ્ટ કરવામાં આવી છે કે બાળકો પણ હિજરત કરે અથવા અહીંયા સગીર વયની નજીક પહોંચવાવાળા બાળકો હશે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92